બોલીવુડ અભિનેતા વિકી કૌશલ પોતાની આવનારી ફિલ્મ ગોવિંદા મેરા નામને લઈને ખૂબ જ ચર્ચાઓમાં છવાયા છે આ ફિલ્મના પ્રમોશન માટે તે ખૂબ જ બીઝી જોવા મળી રહ્યા છે એ વચ્ચે તાજેતરમાં ગોવિંદા મેરા નામ પ્રમોશન ઇવેન્ટ દરમિયાન વિકી કૌશલ ને પુછવા માં આવ્યુ હતું કે બોલીવુડ અભિનેત્રી કેટરીના કેફ.
સાથે લગ્ન કરીને તેમના જીવનમાં શું બદલાવવો આવ્યા છે અને તેમની જિંદગીમાં હાલ શું ચાલી રહ્યું છે આ વિશે વિકી કૌશલે જણાવતા કહ્યું હતું કે હું અહીંયા બદલાવ શબ્દનો ઉપયોગ કરવા માગતો નથી હું એમ અહીંયા નહીં કહું કે બધું બદલાઈ ગયું છે પરંતુ બધું વિકસિત થઈ ગયું છે મારી જિંદગી ખૂબ જ ખુશનુમા સારી અને સુદંર બની છે.
જીવનમાં ખૂબ જ શાંતિ છે અને હું કેટરીના કેફ ને ખૂબ જ પ્રેમ કરું છું તેની સાથે ખૂબ જ ખુશ છું અમારો સુખી પરિવાર છે અને તે મારા માબાપને પણ ખૂબ જ પ્રેમ કરે છે તેનો સ્વભાવ મને ખૂબ જ પસંદ આવ્યો છે તે લાખોમાં એક છે સાથે વિકી કૌશલ્ય જણાવ્યું હતું કે મારી પત્ની એક ચાલતી ફરતી ડોક્ટર છે તે એક સાયન્ટિસ્ટની જેમ જોવા મળે છે તેને બહુ જ્ઞાન છે.
તે હંમેશા મને કંઈક ને કંઈક શીખવતી રહે છે તે મારી ખૂબ જ ફિકર કરે છે અને મારું ખૂબ જ ધ્યાન રાખે છે મારા ખાવા પીવાનું પણ સમયસર ધ્યાન આપીને મને સમયસર ખવડાવે છે વિકી કૌશલે કહેલા આ શબ્દો ચાહકો ને ખુબ પસંદ આવ્યા હતા અને ફેન્સ આ કેટરીના કૈફ અને વિકી કૌશલ ની જોડીને બોલીવુડ ની શ્રેષ્ઠ જોડી ગણાવીને પ્રેમ વરસાવી રહ્યા હતા.