Cli
સુરેન્દ્રનગર જીલ્લાંમાં વિચિત્ર સાપ જોવા મળ્યો, સાપને કાળા કલર નાં પટા અને માથે શિંગડાં જોવા મળતાં કુતુહલ સર્જાયું...

સુરેન્દ્રનગર જીલ્લાંમાં વિચિત્ર સાપ જોવા મળ્યો, સાપને કાળા કલર નાં પટા અને માથે શિંગડાં જોવા મળતાં કુતુહલ સર્જાયું…

Ajab-Gajab Breaking

મિત્રો સોશિયલ મીડિયા પર અવનવા વિડીયો વાયરલ થતા રહે છે તેના વચ્ચે એ ખૂબ જ અનોખો વિડીયો સામે આવ્યો છે પ્રાપ્ત માહિતી અને સૂત્રોના જણાવ્યા મુજબ સુરેન્દ્રનગર જિલ્લાના સાયલા તાલુકાના એક નાના એવા ગામ વડીયા ગામની સીમમાંથી એક વિચિત્ર પ્રકારનો સાપ જોવામાં આવ્યો છે.

મિત્રો વાયરલ આ વીડિયોમાં દેખાઈ રહ્યું છેકે કપાસના ખેતરમાં બાજુમાંથી ટ્રેક્ટર અને પાણીના મશીન નો અવાજ આવી રહ્યો છે જાણે ખેડૂતો આ ખેતરમાં હાજર હતા એમાંથી એક વ્યક્તિએ આ વિડીયો બનાવ્યો છે જેમાં કપાસના એક છોડમાંથી એક વિચિત્ર સાપ નીકળતો જોવા મળે છે.

આ સાપ સામાન્ય સાપની જેમ નહીં પણ એના માથે શિંગડા અને એના શરીર પર સફેદ અને કાળા કલરના પટ્ટા જોવા મળ્યા હતા ત્યારબાદ આ સાપ અચાનક ચાલ્યો ગયો હતો આ વિડીયો વાયરલ થયા બાદ લોકોમાં ખૂબ ભય જોવા મળ્યો હતો અને આજુબાજુના લોકો ભયભીત થઈ ગયા હતા.

આ વાત વાયુવેગે સમગ્ર વિસ્તારમાં ફેલાઈ ગઈ હતી લોકોએ અચરજ ભરી નજરે આ સાપ જોવા માટે વલખા માર્યા હતા પરંતુ ફરી આ સાપ જોવા મળ્યો નહોતો પ્રાપ્ત માહિતી મુજબ અને સૂત્રોના જણાવ્યા મુજબ આ કપાસના ખેતરમાં લોકોએ અવરજવર પણ બંધ કરી દીધી હતી અને પોતાના.

બાળકોને સ્કૂલમાં મોકલવામાં પણ ડરતા હતા આ બાબતની પુષ્ટિ વન વિભાગ દ્વારા કરવામાં આવી નથી અમે પણ આ વીડિયોને પુષ્ટિ કરતા નથી પરંતુ વિડીયો ઉતારનાર વ્યક્તિએ આ દાવો કર્યો છે ત્યાં વિચિત્ર સાપ સુરેન્દ્રનગર જિલ્લાના સાયલા તાલુકાના વડિયા ગામમાં જોવા મળ્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *