પ્રેમ ને કોઈ બંધન નડતા નથી મનની લાગણીઓ અને દિલની સંવેદનાઓ કોઈ ઉંમરને આધીન હોતી નથી એવો જ એક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે જાણીને આપ પણ બોલી ઉઠસો કે ખરેખર આને સાચો પ્રેમ કહેવાય સમગ્ર ઘટના અનુસાર વિજયભાઈ અને સવિતાબેન ના પરિવાર માં કોઈ હતું નહીં તેઓ બંને પાલી વૃદ્ધાશ્રમમાં રહેતા હતા.
આ દરમિયાન સવિતાબેન અને વિજયભાઈ રોજ જમવાના સમયે એકબીજાની સાથે મળતા હતા તેમના વચ્ચે મિત્રતાના સંબંધો બંધાયા અને એકબીજા સાથે તેઓ પોતાની જૂની જિંદગી ની વાતો કરવા લાગ્યા બંને એકબીજા સાથે પ્રેમ અને લાગણીઓનો સંબંધો બંધાયા તેઓ એકબીજાને અનહદ પ્રેમ કરવા લાગ્યા.
બંનેની ઉંમર 50 વર્ષથી પણ વધારે હોવા છતાં પણ તેઓએ એકબીજાની સાથે પોતાની પાછળની જિંદગી વ્યતિત કરવાનું નક્કી કર્યું અને વૃદ્ધાશ્રમના ટ્રસ્ટીઓ અને લોકોની હાજરીમાં મંદિરમાં એકબીજાથી લગ્ન કર્યા અને તેઓ હાલ બંને સાથે ખુશ છે આ દરમિયાન સવિતાબેને વિજયભાઈ માટે કડવોચવર્થનું વ્રત પણ રાખ્યું હતું તેઓએ.
પોતાના મીડિયા ઇન્ટરવ્યૂમાં જણાવ્યું હતું કે હું વિજયને ખૂબ જ પ્રેમ કરું છું તેમની વાતો તેમની ભાવનાઓ અને તેમના સ્વભાવના કારણે હું તેમના મનને વારી ગઈ છું આ દરમિયાન વિજયભાઈએ પણ જણાવ્યું હતું કે હવે જે જિંદગીના પાછળના દિવસો છે તે હું સવિતા સાથે જ વિતાવવા માગું છું બંનેની તસવીરો પર સોસીયલ મિડીયા પર ખૂબ વાયરલ થઈ હતી.