ભારતીય ક્રિકેટ ટીમના વિકેટકીપર અને દિલ્હી આઈપીએલ ટીમના કેપ્ટન રીષભ પંત નો 30 ડિસેમ્બરના રોજ વહેલી સવારે કાર અકસ્માત થયો હતો જેમાં તેઓ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા જેમને માથાના ભાગે ઈજા પહોંચી હતી ઘુટંણમા અને હાથ પગમાં ફ્રેકચર થયા હતા ચહેરા પર પ્લાસ્ટિક સર્જરી કરવામાં આવી છે.
તેઓની સારવાર દિલ્હી મેક્સ હોસ્પિટલમાં ચાલી રહી છે તેમના સાજા થવાની પ્રાથના દેશભરમાં ક્રિકેટ પ્રેમીઓ એ કરી હતી તેમની તબીયત માં હાલ સુધાર આવી રહ્યો છે હોસ્પિટલમાં તેમની ખબર અંતર પૂછવા માટે ભારતીય ક્રિકેટ ટીમના ખેલાડીઓ એકબાદ એક પહોંચી રહ્યા છે એ વચ્ચે.
તાજેતરમાં ભારતીય ક્રિકેટ ટીમના સ્ટાર બેટ્સમેન રોહીત શર્મા તેમની પત્ની રીતીકા શર્મા સાથે મેક્સ હોસ્પિટલમાં પહોંચ્યા હતા ખુબ લાંબો સમય હોસ્પિટલમાં રોકાયા બાદ તેઓ રીષભ પંત ના પરીવારજનો ના હાલચાલ પુછી ને બહાર આવ્યા હતા મિડીયા સાથે ની વાતચીત માં રોહીત શર્માએ જણાવ્યું હતુ કે રીષભ પંત મારો નાનો ભાઈ જેવો છે.
અને તેના અકસ્માત ની જાણ મને થ ઈ એ સમયે હું મારા પરીવાર સાથે વેકેશન ટ્રીપ પર ભારત થી બહાર હતો હું તરત ટીકીટ વ્યવસ્થા કરીને પાછો આવી ગયો હતો હોસ્પિટલમાં પરીવાર શિવાયના લોકોને એ સમયે મળવાની પરવાનગી નહોતી હાલ મળવા દેતા તરત જ હું રીષભ ના હાલચાલ પુછવા આવ્યો છું અને તેની તબીયત ખુબ સારી છે.
આપણા રીષભ માટે દેશભરના લોકોએ ખુબ પ્રાથના કરી એનાથી મહાદેવે તેને બચાવી લીધો છે અને તે ટુંક સમયમાં જ સ્વસ્થ બની જશે અને પોતાના પરીવાર સાથે તેને રજા આપવામાં આવશે દુઆ કરો કે તે જલ્દી સાજો થઈ જાય રોહીત શર્માએ રીષભ પંત માટે લોકો ને પ્રાથના કરવાની અપીલ કરી હતી.