ભારતીય ક્રિકેટર રિષભ પંત આજે 30 ડિસેમ્બર વહેલી સવારે કાર ચલાવીને પોતાના ઘેર ઉત્તરાખંડ તરફ જઈ રહ્યો હતો રુરકી તરફ જતા કાર ના સ્ટેરીંગ પર નો કાબુ ગુમાવતા કાર ડીવાઈડર સાથે અથડાતા ગાડીમાં આ!ગ લાગી ગઈ હતી અને રીષભ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો હતો ગાડીનો કાચ તોડી તે.
કારમાંથી બહાર આવ્યો હતો આ સમયનો સોશિયલ મીડિયા પર એક વિડીયો વાયરલ થઈ રહ્યો છે જેમાં વહેલી સવારે કાર ભ ડકે બળી રહી છે અને આજુબાજુ લોકો એકઠા થઈ ગયા છે પહેલા તો લોકો તેને ઓળખી શક્યા નહોતા પરંતુ પાસે આવીને માથા પર આવેલું લોહી સાફ કરતા લોકો.
ઓળખી ગયા હતા કે આ ક્રિકેટર રિષભ પંત છે તેઓ 108ને ફોન કરીને રિષભ પંથ ને હાઈવે નજીકની હોસ્પિટલમાં દાખલ કર્યો હતો જે વિડીઓ માં રીષભ પંત ગંભીર રીતે ઇજાગ્રસ્ત જોવા મળી રહ્યા છે ઉતરાખંડ ના ડીજી અશોક કુમારના જણાવ્યા અનુસાર રીષભ પંત ગાડીમાં સુઈ ગયો હતો.
જેના કારણે તેને સ્ટેરીંગ પર થી કાબુ ગુમાવતા આ અકસ્માત સર્જાયો હતો હોસ્પિટલમાં ડોક્ટર ના જણાવ્યા અનુસાર તેની હાલત ગંભીર છે તે કાંઈ બોલી નથી રહ્યો તેના માથાના ભાગે ઘુટંણ અને હાથોમાં ઈજા પહોંચી છે સર્જરી માટે તેને દહેરાદુન મેક્સ હોસ્પિટલમાં રેફર કરવામાં આવશે રીષભ પંત પોતાની.
માતા ને સરપ્રાઈઝ આપવા માટે નીકળ્યો હતો જે દરમિયાન તે ખુબ જ ખુશ હતો તેની હોસ્પિટલમાં હોવાની જાણ થતાં પરિવારનો વહેલી સવારે દોડી આવ્યા હતા અને તેની હાલ સારવાર ચાલી રહી છે સ્થિતી માં સુધારા આવતા દહેરાદુન મેક્સ હોસ્પિટલમાં રેફર કરવામાં આવશે તેવું ડોક્ટરો એ જણાવ્યું છે.