સોશિયલ મીડિયા પર અવનવા વિડીયો સામે આવે છે અને ઘણા બધા વિડીયોમાંથી લોકો સ્ટાર બની જાય છે એવું જ એક વિડીયો સોશિયલ મીડિયા પર આજે ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે જેમાં એક છોકરી ફાટેલા તૂટેલા કપડામાં ઘણા દિવસોથી નહાઈ ના હોય એવી હાલતમાં હાથમાં ગુલાબના ફૂલ અને રાષ્ટ્રધ્વજ લઈને રસ્તા પર ચાલતી જોવા મળે છે.
અને લોકોને તે ગુલાબ અને રાષ્ટ્રધ્વજ આપી રહી છે આ વીડિયો જોઈને ઘણા બધા લોકો ભાવુક થઈ ગયા હતા અને આ વીડિયો ઉપર ખૂબ જ પ્રેમ વરસાવી રહ્યા હતા સાથે જણાવી રહ્યા હતા કે ખૂબસુરતી કાળા કે સફેદ રંગથી નહીં પરંતુ મનના ભાવો થી હોય છે અને આ ફુલ વેચતી છોકરીને ડાર્ક બ્યુટી કહી રહ્યા છે.
પરંતુ આ વીડિયો શેર કરતા પહેલા રોકાઈ જજો કારણ કે આ વીડિયોની સચ્ચાઈ કંઇક અલગજછે આ લોકોએ તમારી સાથે માત્ર મજાક કરી છે તમે ચોંકી જાસો આ વાઈરલ વિડીઓ પાછડ ની સચ્ચાઇ જાણીને આ ફુલો વેચતી છોકરી હકીકતમાં એક મોડેલ છે જેના ચહેરા નો રંગ મેકઅપથી કાળો કરવામાં આવ્યો હતો.
અને આ બનાવટી પહેલાથી આયોજન સાથેજ આ વિડીઓ શુટ કરીને વાઈરલ કરવામાં આવ્યો છે પોતાના ફોટોશૂટ ધંધાને વિસ્તારવા માટે બિનુવંશસિન્સ ફોટોગ્રાફ્સ ટીમ દ્વારા પ્રમોશન માટે આ વિડીઓ શુટ કરવાંમાં આવ્યો હતો અને એમના સોશિયલ મીડિયા એકાઉન્ટ થી આ વિડીઓ શેર કરવામાં આવ્યો હતો.
આ વિડીયોમાં દેખાતી છોકરી એક મોડેલ છે જેનું નામ અંશા મોહન છે ઈન્સ્ટ્રાગ્રામ સ્ટાર છે તે ઘણા મુઝીક આબ્લમમાં પણ જોવા મળીછે આ વિડીયો બેંગલોર નો છે એવું સામે આવ્યું છે આ વિડીયો લોકોની સંવેદના લાગણીઓ ને અનુરૂપ આપીને બનાવવામાં આવ્યો હતો જેનાથી લોકો.
વધારે લાઈક કમેન્ટ્સ કરે અને વીડિયોને વધારે સપોર્ટ કરે પરંતુ સચ્ચાઈ સામે આવી જતા લોકો ખૂબ જ ટ્રોલ કરીને આ ફોટોશૂટ ટીમ સાથે મોડેલને વખોડી રહ્યા છે સોશિયલ મીડિયા પર ખુબ ટ્રોલ કરી ને કહી રહ્યા છે કે આ છોકરીના ઈમોશનલ ભાવ જોઈને અમે ડોનેશન આપવા માગંતા હતા.
પણ આ છોકરી અને ફોટોશૂટ ટીમે ગરીબ લોકોની ભાવનાઓની મજાક બનાવી છે લોકોની લાગણીઓ સાથે રમીને લોકોને દુઃખ પહોચાડ્યુ છે આ વિડીઓને અમે રીપોર્ટ કરીએ છીએ અમે આ મોડેલ ને અમે ક્યારેય સ્વિકારીશુ નહીં એમ જણાવી ને ટ્રોલ કરી ને જડબાતોડ જવાબ આપ્યો હતો.