Cli
આ ગુજરાતી અભિનેત્રી ના ઘેર ખુશીનો થયો વધારો, નાનકડા મહેમાનનુ આગમન બંધાયું પારણું...

આ ગુજરાતી અભિનેત્રી ના ઘેર ખુશીનો થયો વધારો, નાનકડા મહેમાનનુ આગમન બંધાયું પારણું…

Breaking

લગ્નનો માહોલ ચાલી રહ્યો છે એ વચ્ચે ફિલ્મ ઇન્ડસ્ટ્રી માંથી ઘણા બધા સમાચાર સામે આવતા રહે છે કોઈ કપલ લગ્ન ના બંધનોમાં બધાયં છે તો કોઈ માતા પિતા બન્યા છે એ વચ્ચે ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં થી પણ ખુશીના સમાચાર સામે આવ્યા છે ગુજરાતી ફિલ્મ નાયિકા દેવી ધ વોરીયર ક્વિન માં મુખ્ય ભુમિકા ભજવી દર્શકોના દિલમાં.

અનમોલ સ્થાન બનાવનાર પોતાના અભિનય થી ખુબ લોકપ્રિયતા મેળવનાર અભિનેત્રી ખુશી શાહ તાજેતરમાં માં બની છે તેમના ઘેર નાનકડા મહેમાનનું આગમન થયું છે પરીવારજનો માં ખુશીનો માહોલ જોવા મળે છે અભિનેત્રી ખુશી શાહ પોતાના અભિનય કેરિયર ની સાથે સોશિયલ મીડિયા પર ખૂબ એક્ટિવ રહે છે તાજેતરમાં ખુશી શાહે.

પોતાના ઈન્સ્ટાગ્રામ હેન્ડલ પરથી પોતાની માં બનવાની ખબર ને પોતાના ફેન્સ સાથે શેર કરી છે અભિનેત્રી ખુશી શાહે પોતાના પરીવારજનો સાથે 19 નવેમ્બર ના રોજ સુંદર પાર્ટીનું આયોજન કર્યું હતુ નવાઈની વાત એ છે કે અભિનેત્રી ખુશી શાહની ખુશીઓ માં ડબલ ઉત્સાહ અને ઉમંગ હતો કારણકે 19 નવેમ્બર ના.

રોજ ખુશી શાહનો 37 મો જન્મદિવસ પણ હતો. સાથે તેની બેબી શાવરની ઇવેન્ટ પણ યોજાઈ હતી અને એ સમયે ખુશી શાહે પોતાની પ્રેગ્નન્સી ની જાહેરાત કરી હતી પોતાના ઈન્સ્ટાગ્રામ પર ખુશી શાહે સુંદર તસવીરો ને શેર કરતા જણાવ્યું હતું કે આજે મારો જન્મદિવસ છે અને એ નિમિત્તે હું મારી.

પ્રેગ્નન્સી ની જાહેરાત કરું છું આ સાથે તેને લખ્યું કે ખુશીઓ રસ્તામાં છે હું એ તમામન આભાર માનું છું જેવો મારા સફરનો ભાગ રહ્યા છે સાથે ખુશી શર્મા એ લખ્યું કે મેં દિકરી બહેન પત્ની અને વહુ ની ભુમીકા ભજવી છે હવે હું માં બનવા જઈ રહી છું આનાથી વધારે ખુશી બીજી કોઈ હોઈ ના શકે.

આ ભેટ આપવા માટે હું ભગવાનની આભારી છું લવ યુ ઓલ જય માં લક્ષ્મી તેની આ શેર કરેલી તસવીરો પર લોકોએ તેને ખુબ શુભેચ્છાઓ પાઠવી હતી અભિનેત્રી ખુશી શાહે ફિલ્મ પ્રોડ્યુસર ઉમેશ શર્મા સાથે લગ્ન કર્યા હતા હવે ઉમેશ શર્મા અને ખુશી શાહ માતા પિતા બન્યા છે ખુશીએ એક દિકરાને જન્મ આપ્યો છે.

1 માર્ચ 2023 ના રોજ ખુશી શાહ ની ખુશીઓ માં વધારો થયો અને તે માતા બની હતી પોતાની આ તસવીરો ને ઈન્સ્ટાગ્રામ પર શેર કરતા ખુશી શાહે જણાવ્યું હતું કે શ્રીનાથજી અને મા લક્ષ્મીની અસીમ કૃપાથી અમારા ઘેર પુત્ર રત્ન પ્રાપ્ત થયો છે ખુશી શાહે આ શેર કરેલી તસવીરો લોકો ખુબ પસંદ કરી રહ્યા છે.

ખુશી શાહ ફિલ્મ નાયિકા દેવીમાં જોવા મળી હતી આ ફિલ્મ દર્શકોને ખુબ પસંદ આવી હતી જેમાં બોલીવુડ ફિલ્મ અભિનેતા ચંકી પાંડે પણ મોહમ્મદ ગૌરી ના પાત્રમાં જોવા મળ્યા હતા આ ફિલ્મ 12 સદીની કહાની પર આધારિત હતી જ્યારે આ ફિલ્મનું ટ્રેલર સામે આવ્યું તો દર્શકોમા ખુબ ઉત્સુકતા જોવા મળી હતી.

કારણકે ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં આ પહેલા સાઉથ ફિલ્મ જેવી સ્ટોરી અને ફિલ્મ ની સ્ક્રિપ્ટ ક્યારેય જોવા નહોતી મળી જેમાં ખુશી શાહ નિડર જાંબાજ નાઈકા દેવી નું પાત્ર ભજવતી મહોમ્મદ ગૌરી સામે લડાઇ કરતી જોવા મળી હતી જે ફિલ્મ ગુજરાતી સિનેમાઘરો માં સુપરહિટ સાબિત થઈ હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *