ગુજરાતી લોકસાહિત્ય ક્ષેત્રે ઘણા બધા એવા કલાકારો થઈ ગયા જેવો આજે આ દુનિયામાં નથી પરંતુ તેમના ગીતો તેમનો અવાજ આજે પણ લોકો ખૂબ જ યાદ કરે છે પોતાના દેશી ગીતો થી ગુજરાતમાં ખૂબ જ નામના મેળવી ઉત્તર ગુજરાતનો ટહુકતો મોરલો નું બિરુદ મેળવનાર લોક સિંગર મણીરાજ બારોટ ભલે આ દુનિયામાં નથી રહ્યા.
પરંતુ આજે પણ તેમના ગીતો આપણી વચ્ચે ગુંજી રહ્યા છે આજે પણ ગુજરાતી લોક સિંગર પોતાના ગીતો માં એમને યાદ કરીને તેમની યાદોને તાજી કરી લોકોના હદ્વય માં જીવંત કરે છે મણીરાજ બારોટે ગુજરાતી સાહિત્ય ક્ષેત્રે ઘણા ગીતો આપ્યા છે સાથે ડાયરાના પ્રોગ્રામ અને ઢોલો મારા મલકનો જેવી હિટ ફિલ્મો પણ આપી છે.
ખાશ કરીને કોના કોના રાજમાં હોકો રે બોલ્યો સાથે કાળજા કેરો કટકો મારો સનેડો જેવા ઘણા આલ્બમ છે જે હંમેશા હીટ રહ્યા છે આજે પણ લોકો સાભંડવા ખુબ પસંદ કરે છે એ વચ્ચે તાજેતરમાં ગુજરાતમા પોતાના અવાજથી ખુબ લોકપ્રિયતા મેળવનાર ખેરાલુ ના ફેમસ સિંગર જીગ્નેશ કવિરાજ જેવો એ પોતાનું નામ હવે જીગ્નેશ બારોટ રાખ્યું છે.
તેઓ તાજેતરમાં યોજાયેલા એક ડાયરાના પ્રોગ્રામ મા સંતો મહંતો અને મહાનુભાવો સાથે શ્રોતાઓ ની હાજરીમાં માં સરસ્વતી ની આરાધના બાદ મણીરાજ બારોટ ને પોતાના સુમધુર અવાજ થી એક દુહા માં લલકારતા જોવા મળ્યા હતા તેઓ ના શબ્દો કાંઈક આવી રીતે હતા સુર ના શહેનશાહ મણીરાજ જે ડાયરા ડોલાવતા છોડી.
મલકમાં ચાહકો મારા મણીરાજ ચાલ્યા ગયા ધન આઠમ નો દાલડો એવો કારમો દિવસ બન્યો ગીત રાહડા વહેતા કર્યા જેને જગતના ચોકમાં
હે ઘેલા બની નાચી રહ્યા મણીરાજ જોને સ્ટેજ માં વેરણ વિધાતા વિફરી મારા ઢોલા ને મારા સનેડાને લઈ લીધો હે ધન આઠમ નો દાલડો જેદી કારમો દિવશ બન્યો આ શબ્દો સાથે જીગ્નેશ કવિરાજ ભાવુક થઈ ગયા હતા.
સાથે તેમને જણાવ્યું હતું કે 30 તારીખ આવવાની છે ત્યારે તેમને શ્રદ્ધાંજલિ રૂપે અનમોલ ગીત રિલીઝ કરવાનું છે જેના શબ્દો આ સ્ટેજ પરથી મેં આપની સમક્ષ રજુ કર્યા છે જીગ્નેશ કવિરાજ ના આ શબ્દો સાભંડતા લોકોની આંખો ભરાઈ આવી હતી આજે પણ મણીરાજ બારોટ આપની વચ્ચે એક અવાજ રુપે જીવંત છે.