બસ કંડક્ટરે છેડતી કરતા બશ ઉભી ના રાખતા મહીલાઓને બસમાં જ મેથીપાક આપ્યો…

Breaking

સોશિયલ મીડિયા પર અવનવા વિડીયો સામે આવતા રહે છે એવામાં તાજેતરમાં વડોદરાના પાદરા જંબુસર પર ચાલતી એક સરકારી બસ ઘણી બધી મહિલાઓ ભેગી થઈ અને કંડકટરને બરાબર માર મારી રહી છે એવો વિડિયો સામે આવતા ચકચાર મચી જવા પામી છે સમગ્ર ઘટના અનુસાર પાદરા જંબુસર રોડ પર આવેલી.

વિવિધ કંપનીઓ આજુબાજુના વિસ્તારમાં રહેતી મહીલાઓ અને પુરુષો નોકરી કરે છે જેના કારણે સરકારી બસમાં રોજ નું અવરજવર હોય છે એવામાં પાદરા જંબુસર રોડ પર દોડતી આ બસનો કંડકટર હાથ લાંબો કરતા પણ બશ ઉભી રાખતો નહોતો અને મહીલાઓ ની છેડતી કરી દુર્વ્યવહાર કરતો હતો મહીલાઓએ.

આ કારણે એકસાથે મળીને કંડકટરને ચાલુ બસમાં જ બરાબર નોએથીપાક આપી માર મારીને તેને ભાન કરાવ્યું હતું તો આ ઘટનામા બસના તમામ મુસાફરો અને આજુબાજુના લોકો પણ તે મહિલાઓને સાથ આપતા જોવા મળ્યા હતા વડુ ચોકડી પર બસ ઉભી રહેતા આજુબાજુના લોકોએ પણ મહિલાઓને સાથ આપ્યો હતો.

ત્યારે વડુ પોલીસ ઘટના સ્થળે પહોંચી આવી હતી અને મહિલાઓને શાંત પાડી હતી મામલો થાળે પાડતા પોલીસે ડ્રાઇવર અને કંડકટરને નિયમિત ઊભી રાખવા માટે સમજાવ્યા હતા અને ત્યારબાદ કંડકટરને જવા દીધો હતો મહિલાઓનો આક્ષેપ હતો કે અનેકવાર ડેપોમાં રજૂઆત કરવા છતાં.

પણ બસ ઊભી રાખવામાં આવતી નથી જેના કારણે તેમને ઘણીવાર હાલાકી અને મુસીબતનો સામનો કરવો પડે છે આ દરમિયાન આ કંડકટર મહિલાઓ સાથે દૂર વ્યવહાર કરતો હતો અને મહિલાઓની છેડતી પણ કરતો હતો પોલીસે બસ કંડક્ટરને અટકાયત કરી વડુ પોલીસ સ્ટેશનમાં લઈ ગયા હતા.

અને ત્યારબાદ સાથે મહિલા મુસાફરોને પણ બોલાવી હતી કંડકટરને ચીમકી આપી ફરીથી આવું વર્તન ના કરવા સમજાવી અને છોડી મૂક્યો હતો સાથે પોલીસે મહિલાઓને પણ એ વાતની ખાતરી આપી હતી કે હવે પછી બસ નિયમિત પણે ઊભી રહેશે આપને કોઈ પણ જાતની અગવડતા હવે નહીં પડે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *