સ્વામિનારાયણ મહંતો અને એસપી સાહેબે ખજુર ભાઈના ઘેર પહોંચ્યા, વૃદ્ધાશ્રમની મુલાકાત કરી, જુઓ તસ્વીર...

સ્વામિનારાયણ મહંતો અને એસપી સાહેબે ખજુર ભાઈના ઘેર પહોંચ્યા, વૃદ્ધાશ્રમની મુલાકાત કરી, જુઓ તસ્વીર…

Breaking

ગુજરાતી ફેમસ કોમેડીન યુટ્યુબર ખજુર ભાઈ ઉર્ફે નિતીન જાની પોતાની સેવાકીય પ્રવૃતિઓ ને લીધે આજે ગુજરાત માં ખુબ જ લોકપ્રિયતા ધરાવે છે પોતાના અભિનય કેરિયર ની સાથે તેઓ ગરીબ બેસહારા લોકોની મદદ માટે હંમેશા તત્પર રહે છે તેઓ ને લોકો ઈશ્વરનું સ્વરૂપ માને છે ખજૂર ભાઈએ જરૂરિયાત મંદ પરિવાર.

માટે 250 થી વધારે રહેવા માટેના સ્વખર્ચે મકાન બનાવી આપ્યા છે તેઓ માતા પિતા વિનાના દીકરા અને દીકરીઓ ને હંમેશા મદદરૂપ બની અને તેમના અભ્યાસનો ખર્ચ પણ પોતે ભોગવી તેમના સારા ભવિષ્ય માટે તમામ પ્રકારની મદદ કરતા જોવા મળે છે ઉમદા નેકદિલ સ્વભાવના ખજુર ભાઈ ઘણા પરીવારો ના આર્શીવાદ.

લેતા એ મુકામ પર છે જ્યાં માત્ર ખજુર ભાઈ માટે ગરીબ નિરાધાર લોકોની દુઆઓ નો કાફલો છે રડતા ચહેરાની સંવેદનાઓ પારખતાં પલવારમાં તેને હસાવતા માત્ર અભિનય કરી નહીં પણ વાસ્તવમાં તેની તકલીફો ને દુર કરતા આજે ખજુર ભાઈને મળવા લોકોની લાંબી લાઈન રહે‌ છે ખજૂર ભાઈની કાર્યશૈલીને પ્રભાવિત થઈને.

ઘણા બધા સંતો મહંતો પણ તેમને મળવા માટે આવતા રહે છે જે કાર્ય કોઈ નેતા ના કરી શકે તે કાર્ય આજે ખજૂર ભાઈ કરી બતાવે છે ગરીબોના મસીહા કહેવાતા ખજૂર ભાઈએ પોતાના નિવાસસ્થાને એક વૃદ્વાશ્રમ પણ બનાવેલો છે જેમાં આ દુનીયા માં જે નફ્ફટ દિકરાઓ પોતાના માતા પિતા ને તરછોડી રઝડતા કરે છે.

તેમને ખજુર ભાઈ આસરો આપે છે જેના માટે શબ્દ ઓછા પડે એવા ખજુર ભાઈ ઉર્ફે નીતિન જાની ના નિવાસસ્થાને તાજેતરમાં સ્વામિનારાયણ સંપ્રદાયના મહંત શ્રી હરીપ્રકાસદાસ સ્વામી શ્રી કોઠારી સ્વામી અને નવસારી જીલ્લા ના એસ પી વાઘેલા સાહેબ મહેમાન બનીને પહોંચ્યા હતા ખજૂર ભાઈ થી તેઓ.

એટલા પ્રભાવિત થયા હતા કે તેઓ ખજૂર ભાઈને મળવા તેમના ઘેર પહોંચ્યા હતા સંતો મહંતો ઘણા ઓછા લોકોની મુલાકાતે તેમના ઘેર પહોંચે છે પરંતુ ખજૂર ભાઈ આજે જે સેવાકીય કાર્યો કરી રહ્યા છે તેમનાથી પ્રભાવિત થઈ અને તેમને ખજૂર ભાઈને સન્માનિત કર્યા હતા કષ્ટભંજન દાદા ની તસવીર આપીને.

ખજુર ભાઈને દાદાના સાનિધ્યમાં આવવાનું નિમંત્રણ આપ્યું હતું સાથે ખજુર ભાઈ એ મહંતો અને એસપી વાઘેલા સાહેબ નું સન્માન કરતા તેમને ફુલોના હાર પહેરાવ્યા હતા ખજુર ભાઈ ની સાથે મહંતો અને એસ પી વાઘેલા સાહેબ વૃદ્વાશ્રમ પહોંચ્યા હતા અને ખજુર ભાઈ ના પરોપકારી સ્વભાવથી.

ખુબ પ્રભાવીત થઇ કળીયુગ નો સાચા સારથી અને ભગવાનના અંશ તેમને ખજુર ભાઈ ને જણાવી ગૌરવ થી ખજુરભાઈને આવા કાર્યો અવિરત કરવાના આશીર્વાદ આપતા ખુશી વ્યક્ત કરી હતી ખજુરભાઈ સાથે તેમના ભાઈ તરુણ જાની પણ ઉપસ્થિત હતા બંને ભાઈઓ ના કાર્યની પ્રશંસા કરી અને.

સંતો મહંતોએ મહેમાનગતિ સ્વીકારી ખૂબ લાંબો સમય સુધી ખજૂર ભાઈના નિવાસ્થાને હાજરી આપી હતી. ખજૂરભાઈએ આ તસ્વીરો પોતાના ઈન્સ્ટાગ્રામ હેન્ડલ પર થી શેર કરીને ખુશી વ્યક્ત કરી છે જે તસવીરો લોકો ખુબ પસંદ કરી રહ્યા છે જેના પર લાખો લોકોની લાઈક કમેન્ટ આવી ચુકી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *