આર્યનના કેસમાં વારંવાર આવતા વળાંકો વિશે તો તમે જાણો જે છો આટઆટલી કોશિશ બાદ પણ ન તો વકીલ સતિષ માનશિંદે અને ન તો અમિત દેસાઈ આર્યનને જામીન અપાવવામાં સફળ થયા નથી હાલમાં કરવામાં આવેલી કોર્ટની સુનવણીમાં પણ ઘણી દલીલો છતાં કોર્ટે આ અંગે ૨૦ઓક્ટોબરે નિર્ણય આપવા જણાવ્યું છે.
ત્યારે હાલમાં આર્યનને આર્થર રોડની જેલમાં રહેવું પડી રહ્યું છે જ્યાં તેને એક કેદીની જેમ જ રાખવામાં આવી રહ્યો છે હાલમાં થોડા દિવસ પહેલા જ ખબર આવી હતી કે આર્યન ન તો જેલમાં કઈ જમે છે ન તો તે બાથરૂમ નો ઉપયોગ કરે છે જેલમાં તે માત્ર બિસ્કીટ અને ચા ને આધારે જ રહી રહ્યો છે.
એવામાં હવે જ્યારે આર્યનને ૨૦ તારીખ સુધી જેલમાં રહેવાનું છે ત્યારે એવું જાણવા મળી રહ્યું છે કે પિતા શાહરૂખ ખાને દીકરાને જેલમાં પૈસા મોકલાવ્યા છે જેલના અધિકારીઓ દ્વારા આ વાત જણાવવામાં આવી છે કે શાહરૂખે આર્યન માટે ૪૫૦૦ રૂપિયા મની ઓર્ડર દ્વારા મોકલાવ્યા છે તમને જણાવી દઈએ કે આર્થર રોડની જેલમાં એક કેદીને એક મિહિના માં ૪૫૦૦રૂપિયા મંગાવવાની જ પરવાનગી આપવામાં આવે છે.
ત્યારે જો વાત કરીએ આર્થર રોડની જેલમાં આવેલા કેન્ટિનમાં મળતી વસ્તુઓની તો કેન્ટિનમાં આર્યનને ઘર જેવા છપ્પન ભોગ નથી મળવાના અહી આર્યનને માત્ર બ્રેડ જ્યુસ મિનરલ વોટર સમોસા વડાપાઉં ફરસાણ જેવી સામાન્ય વસ્તુઓ જ મળશે તમને જણાવી દઈએ કે આ સ્થિતિમાં આર્યન એકદમ તૂટી ગયો છે.
તેને ઘણાં સમયથી પોતાના માતા પિતા સાથે વાત પણ ન્હોતી કરી જ્યારે તેને જેલ અધિકારીઓને પોતાની માતા ગૌરી ખાનનો નંબર આપ્યો તો તેમને આર્યનની વાત કરાવી હતી આ વાત એક અધિકારીની હાજરીમાં જ કરાવવામાં આવી હતી અને આર્યનને ૧૦મિનિટ સુધી ફોન પર વાત કરી હતી.