ટીવી એક્ટ્રેસ શિલ્પા અગ્નિહોત્રી અંગે તો તમે જાણતા જ હશો.સ્ટાર પ્લસની સિરિયલ ક્યોંકિ સાસ ભી કભી બહુ થી માં ગંગાના પાત્ર થી ઘરમાં લોકપ્રિયતા મેળવનાર આ અભિનેત્રી થોડા સમય પહેલા જ દીકરી ને દત્તક લેવાને કારણે ચર્ચામાં આવી હતી.
જો કે હાલમાં આ અભિનેત્રી ફરી એકવાર પોતાની દીકરીને કારણે ચર્ચામાં આવી છે.હાલમાં સામે આવેલી ખબર અનુસાર શિલ્પાને હાલમાં પોતાની દીકરી જેનુ નામ ઈશાની છે તેનાથી દૂર રહેવું પડી રહ્યું છે.
મળતી માહિતી અનુસાર શિલ્પા અગ્નિહોત્રી હાલમાં આંખની બીમારીનો શિકાર બની છે.તેની આંખમાં ઇન્ફેક્શન થયું છે.જેને કારણે તે અલગ રૂમમાં રહી રહી છે.
હાલમાં શિલ્પાની દીકરી નાની છે અને તે માં પાસે જવા રડી રહી છે પરંતુ બીમારીને કારણે શિલ્પાને દીકરીથી દૂર રહેવું પડી રહ્યું છે.હાલમાં અભિનેતા અપૂર્વ અગ્નિહોત્રી એ પત્ની શિલ્પાનો એક વીડિયો શેર કર્યો છે જેમાં તે ખૂબ જ દુઃખી જોવા મળી રહી છે.
આટલા વર્ષ બાદ મા બન્યા બાદ દીકરીથી દૂર રહેવાના કારણે શિલ્પા રડી રહી છે.ઉલ્લેખનીય છે કે શિલ્પાએ અપૂર્વને કોફી શોપમાં જોયો હતો જે બાદથી તેના પ્રેમમાં પડી હતી.જે બાદ જાણીતા વ્યક્તિની મદદથી અપૂર્વ સાથે ઓળખાણ થઈ હતી અને સમય સાથે બંને વચ્ચે પ્રેમસંબંધની શરૂઆત થઈ હતી.
જો કે લગ્નના ૧૯ વર્ષ બાદ પણ આ દંપતીને માતાપિતા બનવાનું સુખ ન મળતા બંનેએ દીકરી દત્તક લીધી હતી.