અભિનેત્રી અને કોન્ટ્રોવર્સી ક્વીન રાખી સાવંત અને આદિલ અંગે તો તમે જાણતા જ હશો.થોડા મહિના પહેલા આ બંનેના અફેરની ખબર સામે આવી હતી.
એટલું જ નહિ અફેરની ખબર બાદ થોડા સમયમાં બંનેએ અચાનક લગ્ન એટલે કે નીકાહ કરી લીધા હોવાનું પણ જાણવા મળ્યું હતું.સાથે જ નિકાહ બાદ રાખી સાવંતે પોતાનો હિન્દુ ધર્મ છોડી મુસ્લિમ ધર્મનો સ્વીકાર કર્યો હતો એ પણ તમે જાણતા હશો.
આટલું ઓછું હોય એમ લગ્નના સમાચાર બાદ થોડા જ દિવસોમાં પતિ આદિલને ઘરેલુ હિંસાના આરોપમાં જેલમાં મોકલી રાખી સાવંતે બધાને ચોંકાવી દીધા હતા.
જો કે આદિલ ના જેલ ગયા બાદ આ સમગ્ર પ્રકરણ થોડું ઠંડું પડી ગયું હતું.પરંતુ હાલમાં આદિલના જેલ બહાર આવતા જ ફરી એકવાર ચર્ચાની શરૂઆત થઈ છે.
જેલ બહાર આવતા જ આદિલે રાખી સાવંત પર આરોપ લગાવવાની શરૂઆત કરી છે.હાલમાં એક ઇન્ટરવ્યૂ દરમિયાન આદિલ ને રાખી સાવંત ના રૂટિન અંગે સવાલ કરવામાં આવ્યો હતો.જેનો જવાબ આપતા તેને જણાવ્યું કે રાખી સાથે સંબંધની શરૂઆત થઈ તે સમયે તેની પાસે જૂની એન્ડ્રોઇડ વોચ જે લગભગ હજાર રૂપિયામાં મળી રહે તે હતી,એક જુની કાર હતી જેનું એક ટાયર પંચર રહેતું હતું.તેને કહ્યું કે રાખી સસ્તા કપડા
લાવતી તે પણ સારા ન કહી શકાય તેવા.તેના ઘરમાં વોલ પેપર લગાવેલા હતા જે હંમેશા નીચે પડી જતા.
આદિલે જણાવ્યું કે તેને રાખીના ઘરમાં વુડન ફ્લોરિંગ કરાવ્યું,તેને સ્ટાઇલિશ કપડા ,સોનાની એયરિંગ લાવી આપ્યા હતા.સાથે જ ઘરમાં વાઇ-ફાઇ,ઘરમાં એક રિલ્સ બનાવવા માટે કોર્નર બનાવ્યું હતું.વધુમાં પોતાના પરિવાર અંગે વાત કરતા આદિલે જણાવ્યું કે તે લોકો લગ્નની વાતથી અજાણ હતા.પાછલા ઘણા સમયથી હું તેમને મળ્યો ન હતો.જેલમાં રહેતા સમયે ઈદ પર મમ્મી ને ફોન કરી જેલમાં મળવા બોલાવ્યા હતા.બે ત્રણ દિવસ બાદ તે આવ્યા તો બધા જ રડતા હતા.આખી ઘટના અંગે જાણ થયા પછી તેમને જ મારા માટે જામીન મેળવવા પ્રયત્ન કર્યા હતા.
આદિલે જણાવ્યું કે રાખીએ લગાવેલા આરોપમાં તે નિર્દોષ સાબિત થઈ ગયો હતો પરંતુ તેને ફરી જેલની અંદરથી ધમકી આપતો હોવાનો આરોપ આદિલ પર લગાવ્યો જેને કારણે તેને જામીન મળતા સમય લાગ્યો.
સાથે જ આદિલે વીડિયો વહેંચવાના આરોપ અંગે પણ વાત કરી આદિલના જણાવ્યા અનુસાર રાખી પોતે જ પોતાના અશ્લીલ વીડિયો બનાવી વેબસાઈટ ને વહેંચતી હતી.તેને દરેક વસ્તુ રેકોર્ડ કરવાની આદત છે.આ ઉપરાંત ઇન્ટરવ્યૂ દરમિયાન આદિલે રાખી સાવંત અને તેના ભાઈ વિશે પણ વાત કરી.તેને કહ્યું કે રાખીએ મને એક કરોડ રૂપિયા આપ્યા હતા પરંતુ પોતાના ભાઈને ચેક બાઉન્સના ગુનામાંથી છોડાવવા અઢી લાખ રૂપિયા આપવાની ના પાડી હતી.