હિન્દી સિનેમા જગતમાં શાહરુખ ખાનને કિંગખાન તરીકે ઓળખવામાં આવે છે શાહરુખ એવા અભિનેતાછે કે જેમણે બોલીવુડમાં હમેશા ચર્ચાઓમાં રહે છે એમની પર્સનલ જિંદગી હોય કે પ્રોફેશનલ ઘણી વાર મીડિયામાં શાહરૂખનું નામ ચર્ચાઑમાં રહે છે એવા સમએ બૉલીવુડ હસીના ઐશ્વર્યા રાય અને શાહરુખ ખાન વચ્ચે એક કિસ્સાની વાત કરવા જઈ છીએ.
એક સમયે બોલીવુડમાં ઐશ્વર્યા અને શાહરુખની એવી જોડી હતી કે દર્શકોએ ખુબ જ પસન્દ કરેલી છે એમની જોડી હિન્દી સિનેમા જગતમાં ધમાલ પણ મચાવી ચુકી છે આ બન્નેએ સાથે ઘણી હિટ ફિલ્મો આપી છે આ ફિલ્મોમાં ઐશ્વર્યા ઘણીવાર પ્રેમિકા તો ઘણી વાર બહેન રહી ચુકી છે આ બન્નેની જોડી દર્શકોએ ખુબજ પસન્દ કરી હતી.
એક સમય એવો પણ આવ્યો કે ઐશ્વર્યાએ શાહરુખ ઉપર ફિલ્મોમાંથી કઢાવવાનો આરોપ મુક્યો આરોપ એવો હતો કે શાહરૂખે ઐશ્વર્યાને એક નહી પરંતુ પાંચ ફિલ્મોમાંથી કઢાવ્યાંનો આરોપ લગાવ્યો એક વાર સિમ અગ્રવાલના ઇન્ટરવ્યૂમાં ખુદ ઐશ્વર્યાએ કબુલ્યું હતું પરંતુ ઐશ્વર્યાને એ વાતની ખબર ન હતી કે કેમ એવું કરવામાં આવ્યું.
ઇન્ટરવ્યૂ દરમિયાન સિમ અગ્રવાલ ઐશ્વર્યાને પૂછે છે કે શાહરૂખે કેમ એવું કર્યું તો ઐશ્વર્યા જણાવે છે કે પહેલા અમે એક સાથે ઘણી ફિલ્મો કરી પરંતુ અચાનક મને એમની સાથે ફિલ્મો મળવાની બંદ થઈ ગઈ હતી વધુમાં કહ્યું હતું કે મને આજ સુધી ખબર નથી પડી કે મને ફિલ્મમાંથી કેમ બાદ કરવામાં આવી રહી હતી ઐશ્વર્યા જોડે આ વાતનો જવાબ નહતો.
પરંતુ શાહરુખખાને ઇન્ડિયા ટુડેમાં ઇન્ટરવ્યૂ દરમિયાન કહ્યું હતું કે પાંચ મોટી ફિલ્મોમાંથી કાઢનાર ખુદ ડાયરેકર હતા અને સાથે શાહરૂખે પણ ઈન્ટવ્યુમાં ઐશ્વર્યાની માફી માંગી હતી પરંતુ શાહરૂખે એ વાતનો ખુલાસો નહતો કર્યો ઐશ્વર્યાને ફિલ્મોમાંથી કેમ કાઢવામાં આવી હતી ત્યારબાદ આજ સુધી બંને એક પડદા પર નથી જોવા મળ્યા.