Cli

લાઈબેરિયાનું જહાજ જે ભારત આવી રહ્યું હતું તેને ઈરાને કેમ કબ્જે કર્યું?

Uncategorized

સ્ટેટ ઓફ હોરમુસ પાર કરતી વખતે ગુજરાત આવતા જહાજ પર ઈરાને ફાયરિંગ કર્યું છે આ જહાજમાં રાજસ્થાનના શ્રી ગંગાનગરના રહેવાસી મર્ચન્ટ નેવીમાં વાઈસ કેપ્ટન સંજય માહર હવે આ સ્ટેટ ઓફ હોરમુઝમાં ફસાઈ ગયા છે અને ઈરાનની સેનાએ ભારત આવી રહેલા આ જહાજને રોકીને તેને કબજે કરી લીધું છે ઈરાનનો આરોપ છે કે આ જહાજ પરવાનગી વગર ફોરમુઝમાંથી પસાર થવાનો પ્રયાસ કરી રહ્યું છે તો આવો જાણીએ શું છે સમાચાર નમસ્કાર જમાવટ સાથે હું હું શું

પાર્થ સ્ટેટ ઓફ વરમુઝમાં ઈરાનનું પ્રભુત્વ યથાવત છે ત્યારે થોડાક સમય અગાઉ ઈરાન દ્વારા લાઈબેરિયાના ફ્લેગવાળું એપામિનોડેઝ નામનું કન્ટેનર શિપ જે ગુજરાતના મુંદ્રા પોર્ટ તરફ આવી રહ્યું હતું. ઈરાનની સેના એટલે કે આઈઆરજીસી દ્વારા આ જહાજને કબ્જે લઈ લેવામાં આવ્યું છે. ઈરાનની સેના દ્વારા જહાજ પર ફાયરિંગ પણ કરવામાં આવ્યું હતું. આ જહાજમાં 21 ક્રુ સદસ્યો સવાર હતા આ જહાજના કેપ્ટન સંજય મહારે કહ્યું છે કે શિપ પર ફાયરિંગ થયું છે ત્યારબાદ અમે બધા જ અંદર જતા રહ્યા હતા

જહાજમાં હાલમાં 21 ક્રુ મેમ્બર સવાર છે આ જહાજ જેનું નામ છે એપામીનો ડેઝ છેલ્લા ત્રણથી ચાર દિવસથી સ્ટેટ ઓફ હોરમુઝમાં પરવાનગીની રાહમાં ઉભેલું છે બુધવારે સવારે આઠ વાગ્યે જેવું જ આ જહાજ સ્ટેટ ઓફ હોરમુઝને પાર કરવા ગયું તો ઈરાન તરફથી ફાયરિંગ કરવામાં આવ્યું હતું આ પછી બધા જ કૃ સદસ્યો જહાજની અંદર જતા રહ્યા હતા. સામે ઈરાનની નવકા સેનાનો દાવો છે કે જહાજના નેવિગેશન સિસ્ટમમાં છેડછાડ કરવામાં આવી છે જેનાથી દરિયાઈ સુરક્ષાની સામે ખતરો ઊભો થયો છે. અને કાર્યવાહી દરમિયાન આરજસી હવે આ જહાજને અટકાવીને પોતાના કબ્જામાં લઈ લીધું છે અને તેને કિનારા તરફ લઈ જવામાં આવ્યું છે. હવે વાત કરીએ અમેરિકાની

તો તેણે ઈરાનને લઈને પોતાની આખી રણનીતિ બદલી નાખી છે. જેમ ઈરાને સ્ટેટ ઓફ વોરમુઝને બંધ કરીને ખાડી દેશો સહિત સમગ્ર દુનિયાની સામે એક ઇકોનોમિક વોરફેર છેડી દીધું હતું તેમ અમેરિકાએ ઈરાનના બંદરોની નાકાબંદી કરીને ઈરાનની સામે ઓપરેશન ઇકોનોમિક ફ્યુરીની શરૂઆત કરી દીધી છે. આ ઉપરાંત વાઈટ હાઉસના પ્રવક્તા કેરોલીન લેવીટે ઈરાન દ્વારા ગુજરાતના મુદ્રા પોર્ટ આવેલું જહાજ એપામીનોડેસ કબ્જે કરવામાં આવ્યું છે તેને ડોનાલ્ડ ટ્રમ્પ સીઝફારનું ઉલ્લંઘન માનતા જ નથી તેવી હવે કેરોલીન લેવીટે સ્પષ્ટતા પણ કરી છે. આપને જણાવી દઈએ કે અમેરિકાની ગણતરી છે કે સીસ ફાયર પછી પણ અમેરિકાનું ઓપરેશન ઇકોનોમિક ફ્યુરી ચાલુ જ રહે ઈરાનની અર્થવ્યવસ્થા પર દબાણ યથાવત છે અને અમેરિકાની નાકાબંદી ચાલુ છે જેનાથી ઈરાનને રોજનું ખૂબ મોટું નુકસાન જઈ રહ્યું છે

તો જોવાનું એ રહે છે કે ડોનાલ્ડ ટ્રમ્પ આ અગાઉ તેમની ઓપરેશનનું નામ હતું ઓપરેશન એપિક ફ્યુરીમાં તો સફળ નહોતા રહ્યા આ ઓપરેશન એપિક ફ્યુરી અમેરિકાએ એ હેતુથી ચાલુ કર્યું હતું કે ઈરાનમાં સત્તા પરિવર્તન થઈ જાય પરંતુ હવે ઓપરેશન એપિક ફ્યુરીમાં તેઓ નિષ્ફળ રહ્યા છે અને હવે એમણે ઓપરેશન ઇકોનોમિક ફ્યુરીની શરૂઆત કરી છે તેમાં પણ ટ્રમ્પનો પ્રયાસ છે કે ઈરાનના બંદરોની નાકાબંદી કરીને એમાં જે બંદરનો જે માલસામાન છે તેનું આવાગમન અટકાવી દેવાય અને આ પછી ઈરાનનું જે અર્થતંત્ર છે તે સંપૂર્ણપણે ધ્વસ્ત થઈ જાય ત્યાં સત્તા પરિવર્તન થઈ જાય તો હવે જોવાનું એ રહે છે કે ઓપરેશન ઇકોનોમિક ફ્યુરી એ કેટલું સફળ રહે તો સમાચારોમાં અત્યારે બસ આટલું જોતા રહો જમાવટ જો તમે અમને YouTube પર જોઈ રહ્યા હોય તો સબ્સ્ક્રાઇબ કરો જો તમે અમને ફેસબુક પર જોઈ રહ્યા હોય તો ફોલો કરો સાથે જ અમારી WhatsAppટપ ચેનલ આવી ગઈ છે જોઈન કરવાનું ના ભૂલતા નમસ્કાર

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *