શમશેરા ફિલ્મ રણબીર કપૂર અને સંજય દત્તની એ ફિલ્મછે જે અત્યારે જબરજસ્ત ચર્ચામાં બનેલ છે ફિલ્મનું જબરજસ્ત ટીઝર મેકરે 22 જૂને રિલીઝ કરી દીધું હતું જયારે ફિલ્મનું ટ્રેલર આજે 24 જૂનના રોજ રિલીઝ થવા જઈ રહ્યું છે તેને લઈને ફેન્સ પણ ખુબજ ઉત્સાહિત છે તેના વચ્ચે મેકરે શમશેરા ફિલ્મનું નવું પોસ્ટર રિલીઝ કર્યું છે.
મેકર્સે ફેન્સને સરપ્રાઈઝ આપતા દરોગા શુદ્ર સીંગ એટલે કે સંજય દત્તનું નવું લુક જાહેર કરીને ફેન્સને રોમાંચિત કરી દીધા છે શમશેરા ફિલ્મનું ટ્રેલર રિલીઝ થાય તેના પહેલાજ મેકરે એક નવું પોસ્ટર રિલીઝ કર્યું છે પોસ્ટરમાં સંજય દત્તનો ખૂંખાર અવતાર જોવા મળી રહ્યો છે નાના વાળા સાથે ચહેરા પર મોટી દાઢી.
તાવ આપનાર મૂછો સંજય દત્તના લુકને ધાસુ બનાવી રહી છે તેના સાથે માથા પર મહાદેવનું તિલક અને હાથમાં હંટર લીધેલ બોલીવુડના બાબા ગદ્દર લાગી રહ્યા છે ફિલ્મના આ પોસ્ટરને યશરાજ ફિલ્મસે પોતાના સોસીયલ મીડિયા અકાઉંટમાં અલગ અલગ ત્રણ ભાષાઓમાં રિલીઝ કર્યા છે તેના શિવાય સંજય દત્તએ પણ પોતાના ઇન્સ્ટામાં શેર કર્યું છે.