Cli
salangpurkarnisena

સાળંગપુર મંદિર વિવાદ અંગે કરણી સેનાએ સંતોને આપી ચેતવણી.

Uncategorized

હાલમાં સાળંગપુર હનુમાન મંદિરને લઈને ચાલી રહેલા વિવાદ અંગે તો તમે જાણતા જ હશો.હાલમાં જ સાળંગપુર મંદિરમાં હનુમાનજીની મૂર્તિની નીચે કણપીઠમાં શિલ્પચિત્રો કંડારવામાં આવ્યા છે.જેમના એકમાં હનુમાન સ્વામિનારાયણ ભગવાનને પ્રણામ કરતાં જોવા મળી રહ્યા છે.આ ભીંતચિત્રોમાં હનુમાનજીને દાસ બતાવવામાં આવ્યા હોવાનું જાણવા મળ્યું છે. સાથે જ અન્ય એક ચિત્રમાં સહજાનંદ ભગવાન આસન પર બેઠા છે અને હનુમાન હાથ જોડી નીચે બેઠા છે તેવું દર્શાવવામાં આવ્યું છે.

 હાલમાંઆ બાબતે સોશિયલ મીડિયામાં અલગ-અલગ લોકો દ્વારા વિરોધ પણ દર્શાવવામાં આવી રહ્યો છે.એટલું જ નહિ હિન્દુ ધર્મના સંતોએ પણ આ બાબતે વિરોધ કર્યો છે.ગઈકાલે જકબરાઉ મોગલધામના મણિધર બાપુએ હનુમાન દાદાના ભીંતચિંત્રોને લઇ પોતાની નારાજગી વ્યક્ત કરી હતી. તેમણે કહ્યું , તમે સનાતન ધર્મ, આખા રાષ્ટ્ર અને ૩૩કરોડ દેવતાનું અપમાન કરી રહ્યા છો, માફી માંગી લેજો નહીં તો ખેર નથી. સાથે જ તેમનેજણાવ્યું કે, હનુમાનજીને ચરણ સ્પર્શ કરતા દેખાડીને સ્વામિનારાયણ સંપ્રદાયે મોટી ભૂલ કરી છે. 

જે બાદ હવે આ અંગે કરણી સેના દ્વારા પણ વિરોધ કરવામાં આવ્યો છે. કરણી સેના દ્વારા સ્વામિનારાયણ સંપ્રદાયના સંતોને ખુલ્લેઆમ ચેતવણી આપવામાં આવી છે. કરણી સેનાનું કહેવું છે કે જો આગામી ૫ તારીખ સુધી આ અંગે સાળંગપુરના સંતો દ્વારા કોઈ નક્કર પગલાં લેવામાં ન આવ્યા તો તેઓ  પોતાની રીતે સ્વામિનારાયણ સંપ્રદાયના સંતોને સજા કરશે અને આ બાબતનો અંત લાવશે.૫ સપ્ટેમ્બર બાદ જો સંતો માફી પણ માંગી લેશે તો પણ તેમને છોડવામાં નહિ આવે.તમારે જે પણ કરવું હોય ૫ સપ્ટેમ્બર પહેલા કરી શકો છો.

તમે સ્વેચ્છાએ હમણાં માફી માંગી મંદિરના ચિત્રો નીકાળી લો નહિ તો પરિણામ સારું નહિ જ આવે.ઉલ્લેખનિય છે કે સ્વામિનારાયણ સંપ્રદાયના સંતો દ્વારા અવારનવાર આ પ્રકારની ભૂલો કરવામાં આવી છે.ક્યારેક સનાતન ધર્મ અંગે વિવાદાસ્પદ નિવેદન આપવામાં આવે છે તો ક્યારેક દેવી દેવતા અંગે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *