તમે ભારત પાકિસ્તાન વચ્ચે થતી લડાઈની વાતો તો ઘણીવાર સાંભળી હશે. પરંતુ ક્યારેય એવું સાંભળ્યું છે કે પાકિસ્તાની સેનાના રેન્જર અને ભારતીય સેનાના રેન્જર એક સાથે કોઈ જગ્યા પર જોવા મળ્યા હોય?
નવાઈની વાત છે ને?
પરંતુ આ હકીકત છે.ભારત પાકિસ્તાનની બોર્ડર એટલે કે અટારી બોર્ડર પર પાકિસ્તાન અને ભારતીય રેન્જર એકસાથે જોવા મળે છે.હકીકતમાં અટારી બોર્ડર પર રોજ સાંજના સમયે એક બીટિંગ રીટ્રીટ સેરેમનીનું આયોજન કરવામાં આવે છે.
આ સેરેમની એ રેન્જર્સ ની પ્રેક્ટિસ માટે યોજવામાં આવતી પરેડ હોય છે.જેમાં ભારત પાકિસ્તાન બંને દેશની સેના ભાગ લઈ શકે છે.ખાસ વાત એ છે કે સામાન્ય લોકો અટારી બોર્ડર પર જાઈ આ પરેડ લાઈવ જોઈ શકે છે.
અટારી બોર્ડર પર આ કાર્યક્રમ જોવા આવતા લોકો માટે બેસવાની સ્ટેડિયમ જેવી વ્યવસ્થા કરવામાં આવી છે. જે સાવ જ ફ્રી હોય છે.અહી પરેડ દરમિયાન દેશભક્તિના ગીતો પણ વગાડવામાં આવે છે.
અહીંની અન્ય ખાસ વાત એ છે કે અહી પરેડની જગ્યા પરથી તમે પાકિસ્તાન દેશને સ્પષ્ટ જોઈ શકો છો.પાકિસ્તાન અટારી બોર્ડર થી માત્ર ૨૦૦ કિમી દૂર છે.તેમાં પણ લાહોર માત્ર ૨૨ કિમી જ દૂર છે.જો કે હાલમાં પાકિસ્તાનની હાલત જોતા તમારી ત્યાં જવાની ઈચ્છા બિલકુલ જ નહિ હોય.