ભારત દેશમાં જેટલા હિન્દુ મુસ્લિમ ધર્મના વિવાદ પ્રચલિત છે તેટલા જ હિન્દુ હિન્દુ વચ્ચેના વિવાદ પણ પ્રચલિત છે.ભારત એક ધાર્મિક દેશ છે એ હકીકત જેટલી સાચી છે એટલી જ એ વાત પણ સાચી છે કે દેશમાં ધર્મ બાબતે એકતા જળવાતી નથી.
અવારનવાર અહી હિન્દુ હિન્દુ વચ્ચેના વિવાદ સામે આવતા જ હોય છે.ખાસ કરીને સનાતન ધર્મ અને સાંપ્રદાયિક ધર્મ વચ્ચે અનેક વાર વિવાદ જોવા મળતા હોય છે.
આવો જ એક વિવાદ હાલમાં સાળંગપુરના હનુમાનજી મંદિરને લઈને પણ સામે આવી રહ્યો છે.હાલમાં જ સાળંગપુર મંદિરમાં હનુમાનજીની મૂર્તિની નીચે કણપીઠમાં શિલ્પચિત્રો કંડારવામાં આવ્યા છે.જેમના એકમાં હનુમાન સ્વામિનારાયણ ભગવાનને પ્રણામ કરતાં જોવા મળી રહ્યા છે.આ ભીંતચિત્રોમાં હનુમાનજીને દાસ બતાવવામાં આવ્યા હોવાનું જાણવા મળ્યું છે. સાથે જ અન્ય એક ચિત્રમાં સહજાનંદ ભગવાન આસન પર બેઠા છે અને હનુમાન હાથ જોડી નીચે બેઠા છે તેવું દર્શાવવામાં આવ્યું છે.
હાલમાંઆ બાબતે સોશિયલ મીડિયામાં અલગ-અલગ લોકો દ્વારા વિરોધ પણ દર્શાવવામાં આવી રહ્યો છે.એટલું જ નહિ હિન્દુ ધર્મના સંતોએ પણ આ બાબતે વિરોધ કર્યો છે.સનાતન ધર્મમાં માનનારા હિન્દુ સંતોએ આ બાબતે વિરોધ કરતા સ્વામિનારાયણ સંપ્રદાયના સંતોને સજા કરવાની માંગ કરી છે.
જો કે હાલમાં આ વિવાદ અંગે એક મહત્વની ખબર સામે આવી છે.ખબર અનુસાર હાલમાં જ મંદિરના સંચાલકો,હિન્દુ સંતો તેમજ અન્ય સનાતન ધર્મમાં માનનારા લોકોની એક મિટિંગ યોજવામાં આવી હતી.જો કે મીટિંગ અંગે કોઈ ચોક્કસ જાણકારી સામે આવી શકી નથી. પરંતુ હિન્દુ સંતોનો ગુસ્સો હાલમાં આસમાને પહોંચી રહ્યો છે.
એટલું જ નહિ વાત કરીએ કરણી સેનાની તો તેમને પણ સ્વામિનારાયણ સંપ્રદાયના સંતોને ચેતવણી આપી દીધી છે.