આજે મોંઘવારી આસમાને પહોંચી છે એ તો તમે જાણતા જ હશો. માત્ર ખાવાની વસ્તુઓ કે કપડા જ નહિ પરંતુ પેટ્રોલના ભાવ આજે આસમાને પહોંચ્યા છે. પરંતુ જો તમને કોઈ એમ કહે કે તમને ૯૦ પૈસામાં પેટ્રોલ આપવામાં આવી રહ્યું છે?તમે કહેશો કે શું કઈ પણ લખો છો. ખોટું બોલવાની પણ હદ હોય .પેટ્રોલના ભાવ સાંભળ્યા છે? એકવાર સાંભળી લેજો. કોઈ ૯૦ પૈસામાં પેટ્રોલ આપતું હોય તો તો હું હમણાં જ જઇને ભરાવી આવું.બરાબર ને? તમે પણ આ લાઈન વાંચી મનોમન કઈક આવું જ બોલી રહ્યા હશો.
પરંતુ અમે જરા પણ ખોટું નથી લખી રહ્યા. આજના દરેક વસ્તુના ભાવ ભલે આસમાને પહોંચ્યો હોય પરંતુ એક સમય હતો જ્યારે દરેક વસ્તુ સસ્તી હતી. ખાવાની વસ્તુ હોય, કાપડ હોય કે પેટ્રોલ. તે સમયે પેટ્રોલ ના ભાવ માત્ર ૯૦ પૈસા હતો. આ સમય હતો વર્ષ ૧૯૬૫નો.વર્ષ ૧૯૬૫માં પેટ્રોલ નો ભાવ ૯૦ પૈસા પ્રતિ લીટર હતો. જો કે આ અમારું નહિ પરંતુ જટાધારી ડાવ એન્ડ ગ્રાન્ડસન્સ નામના સૌથી જૂના પેટ્રોલ પંપ ના માલિકનું કહેવું છે.
હાલમાં જ જટાધારી ડાવ એન્ડ ગ્રાન્ડસન્સ નામના સૌથી જૂના પેટ્રોલ પંપના માલિક કંચન દાઉ એ જણાવ્યું હતું કે તે ભારતના એ યુગના સાક્ષી છે જે સમયે ભારતમાં પેટ્રોલનો ભાવ ૯૦પૈસા પ્રતિ લીટર હતો. સાથે જ તેમને પ્રતિ લીટર ૧૦૦ રૂપિયા ભાવ થતાં પણ જોયો છે. આ અંગે વધુ વાત કરતા તેમને જણાવ્યું કે વર્ષ ૧૯૬૫ માં પેટ્રોલના ડિસ્પેન્સર ફૂટપાથ પર રાખવામાં આવતા હતા અને પેટ્રોલ ટેંક આંગણાની અંદર રાખવામાં આવતી હતી. તમને કહ્યું કે વર્ષ ૧૯૮૦ એક એવો સમય હતો જ્યારે જો પેટ્રોલના ભાવમાં સહેજ પણ વધારો થાય તો લોકો પોતાના વાહન બહાર નીકાળવાનું બંધ કરી દેતા હતા. એ સમયે એવું લાગતું હતું કે જો પેટ્રોલના ભાવ વધતા ગયા તો લોકો વાહન ચલાવવાનું જ બંધ કરી દેશે.
કંચન દાઉએ જણાવ્યું કે એ સમયે પેટ્રોલના ભાવમાં વધારો થતા લોકો બસમાં જવાની વાતો કરતા હતા જો કે ધીમે ધીમે સમય વીતતો ગયો અને લોકોને પેટ્રોલ અને ડીઝલમાં થતા ભાવ વધારાની આદત પડવા લાગી તમને કહ્યું કે આજે ભારતમાં પેટ્રોલના ભાવ પ્રતિ લીટર ૧૦૦ રૂપિયા પહોંચ્યા છે છતાં પણ લોકો પોતાના વાહનો ચલાવી રહ્યા છો ઉલ્લેખનીય છે કે હાલમાં સોશિયલ મીડિયા પર વર્ષ ૧૯૮૫નું એક રેસ્ટોરન્ટનું બિલ પણ થયું છે.જેમાં કુલ કિંમત માત્ર ૩૦ રૂપિયા છે.