સહારા વગરનું જીવન ખૂબ જ મુશ્કેલ હોય છે આપણા પાસે કોઈ વાત કરવાવાળું દુઃખ બાટવાવાળું ન હોય તો આપણને જીવન જીવવાની આશા જ નથી થતી તેવી જ પરિસ્થિતિ હમણાં મંજુબેનની છે તેમના પાસે કોઈ સાથ સહકાર આપવા વાળું નથી તે એકલા જીવન ગુજારી રહ્યા છે પોપટભાઈ ફાઉન્ડેશનને આ વાતની જાણ થતાં તેઓએ મંજુબેનની મુલાકાત લીધી ચાલો જાણીએ મંજુબેનના જીવન વિશે શા કારણે તેમની આવી પરિસ્થિતિ આવી છે.
મંજુબેન પહેલા તેમના દીકરા સાથે રહેતા હતાં ૮-૯ મહીના પહેલા તેમના દીકરાનું મૃત્યુ થયું ત્યારબાદ મંજુબેન સાવ એકલા પડી ગયા તેમનું ગુજરાન ચલાવવાનું ખૂબ જ મુશ્કેલ બન્યું છોકરો સરદાર માર્કેટમાં કામ કરતો હતો એના ગયા બાદ આ પરિસ્થિતિ બની લોકડાઉન દરમિયાન મંજુબેનને આસપડોશના લોકો ચોખા મગ અને જીવન જરૂરિયાત રાશન ભરાવીને આપતા હતા મંજુબેનનો ઓપરેશન થયો હોવાથી તેમને દવા ખરીદવા માટે પૈસાની જરૂરત હતી ત્યારે આસપડોશના લોકોએ તેમની મદદ કરી હતી તેમના કહેવા મુજબ તેમના પડોશી તેમને સાથ-સહકાર આપે છે.
મંજુબેનની આ પરિસ્થિતિની જાણ પણ તેમના પડોશી એ જ કરી હતી ત્યારબાદ પોપટભાઈ ફાઉન્ડેશને મંજુબેનની મુલાકાત લીધી ત્યારે મંજુબેન એ કહ્યું કે મારા છોકરાના ગયા પછી મને સાથ સહકાર આપવાવાળું કોઈ નથી સગા સંબંધી છે પરંતુ કોઈ જોવા નથી આવતું કોઈ સાથ સહકાર નથી આપતો મારાથી જે કામ થાય એ હું કરું છું અને મારું ગુજરાન ચલાવું છું 20 30 રૂપિયા કમાઉ છું અને જીવન ગુજારું છું.
ત્યારબાદ પોપટભાઈ ફાઉન્ડેશન દ્વારા તેમને એક વર્ષ સુધી રાશન કીટ આપવામાં આવશે તેવું પોપટભાઈએ કહ્યું આ મદદ તેમને સુનિલભાઈ તરફથી મળી રહી છે અને તેમની દવાની સુવિધા પણ સુનિલભાઈ તરફથી કરવામાં આવી છે આ સાંભળીને મંજુબેને સુનિલભાઈનો ખૂબ આભાર માન્યો.