Cli
72 દિવસની જેલ ભોગવીને આવેલા દેવાયત ખાવડ પર પાલીતાણા ડાયરામાં ડોલરનો વરસાદ, બોલ્યા કે ગુજરાત આખુય…

72 દિવસની જેલ ભોગવીને આવેલા દેવાયત ખાવડ પર પાલીતાણા ડાયરામાં ડોલરનો વરસાદ, બોલ્યા કે ગુજરાત આખુય…

Bollywood/Entertainment Breaking

ગુજરાતમાં છેલ્લા ઘણા દિવસોથી ચર્ચાઓમાં રહેલા ગુજરાતી લોકસાહિત્યકાર દેવાયત ખાવડ છેલ્લા 72 દિવસથી રાજકોટની મધ્યસ્થ જેલમાં બંધ હતા તેમને જામીન મળતા તેઓ સોનલ માના દર્શન કરી અને ફરી ડાયરાના પ્રોગ્રામ મા જેલવાસ બાદ પહેલીવાર ભાવનગર માં ડાયરાના સ્ટેજ પર જોવા મળ્યા હતા તેમને સૌપ્રથમ માતાજીની.

આરાધના કરી અને ત્યારબાદ સ્ટેજ પર કહ્યું કે હું શું બોલીશ તેની આખું ગુજરાત રાહ જોઈને બેઠું છે પરંતુ હું કોઈ વાયડાઈ નહીં કરું માત્ર વ્યવસાય ની જ વાત કરીશ પરંતુ હું કાલે પણ એ કહેતો હતો અને આજે પણ એ કહું છું કે ઝુકેગા નહીં સાલા દેવાયત ખાવડ પર એક કલાકથી વધારે ભારતીય ચલણ અને ડોલરનો વરસાદ થતો જોવા મળ્યો હતો.

ભાવનગર જિલ્લાના પાલીતાણા ના કમળાબાઈ માતાજીના મંદિરના સાનિધ્યમાં 5 માર્ચ 2023 ના રોજ માતાજીની હુતાશની ખાશ પર્વની ઉજવણી ના ભાગ રુપે એક લોકડાયરાના પ્રોગ્રામ નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં રાજભા ગઢવી કિર્તીદાન ગઢવી ઉદય ધાંધલ અને દેવાયત ખાવડ જેવા કલાકારો ડાયરાના મંચ પર હાજર હતા 72 દિવસ બાદ.

રાજકોટ માં ના પ્રવેશવા ના શરતી જામીન પર બહાર આવેલા દેવાયત ખાવડ પહેલીવાર જેલથી બહાર આવી રાત્રીના 12 વાગે આ કાર્યક્રમમાં પહોચ્યા હતા ફુલહારથી તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતુ માથામાં ગુલાબી સાફો પહેરાવીને તેમનું સન્માન કરવામાં આવ્યું હતું રાત્રિના બે વાગ્યે માતાજીની સ્તુતિ આરાધના કર્યા બાદ દેવાયત ખાવડે.

લોકોને સંબોધતા સ્ટેજ પરથી જણાવ્યું હતું કે આમ તો જેલમાંથી છૂટ્યા બાદ પ્રથમ ડાયરો માતાજીના ચરણોમાં યોજાયો છે આખું ગુજરાત રાહ જોઈને બેઠું છે કે હું શું બોલીશ પરંતુ હું કોઈ વાયડાઈની વાત કરીશ નહીં માત્ર વ્યવહારની જ વાત કરીશ કારણકે વાઈડાઈ ની કોઈ દિ જીત નથી થતી વ્યવહાર ની જ થાય છે.

હા પણ પહેલા પણ કહેતો હતો આજે પણ કહું છું કે ઝુકેગા નહીં સાલા કહી તેઓ પુષ્પાની સ્ટાઇલ મારતા જોવા મળ્યા હતા સાથે તેમને માતાજીને વંદન કરી દેવાયત ખાવડે પોતાનું દુઃખ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે મારી જામીન અરજી રિજેક્ટ થતી હતી ત્યારે દુનિયા દાંત કાઢતી હતી પરંતુ મારી એકલાની.

પ્રાર્થના નહોતી આ લોકોની પ્રાર્થના હતી કે મને જામીન મળ્યા ત્યારે હું મારો આ ડાયરો માતાજીના ચરણોમાં આપ બધાને સમર્પિત કરું છું ત્યારબાદ તેમને લોકસાહિત્યની વાતો અને દુહા છંદ લલકાર્યા હતા સતત એક કલાક સુધી તેમના પર ભારતની ચલણી નોટો અને ડોલરોનો વરસાદ વરસતો જોવા મળ્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *