ભારત દેશના સીમાડા પર દેશના આર્મી જવાનો દેશની રક્ષા કરી રહ્યા છે દેશની રક્ષા માટે દેશના આર્મી જવાનો પોતાના પ્રાણ ની આહુતી આપીને પણ દેશના તિરંગાને પોતાના પાર્થિવ દેહ પર લપેટી પોતાના પરીવાર પાસે પહોંચે છે હસતા હસતા દેશ માટે શહીદી વ્હોરનાર દેશના જવાનો આજે પાકિસ્તાન અને.
ચીન સામે બાથ ભિડી રહ્યા છે આ વચ્ચે ગુજરાતના આર્મી જવાન મહુવાના લાલજી ભાઈ કરશન ભાઈ બામંણીયા દેશની રક્ષા કાજે શહીદ થતાં તેમના પાર્થિવ દેહને મહુવા તેમના ગામમાં લાવતા આખાય પથંકમાં શોકની લાગણી પ્રસરી જવા પામી હતી પરીવાર સહીત આખું ગામ હૈયાફાટ રુદન કરી રહ્યું હતું.
આર્મી જવાનો ઉપસ્થિત રહ્યા હતા તેમની સ્મશાન યાત્રામાં મહુવા પંથક ના હજારો લોકો જોડાયા હતા. આ દરમિયાન લોકો ખૂબ જ ઉદાસ થઈને શોક વ્યક્ત કરી રહ્યા હતા ગુજરાતનો દીકરો દેશની રક્ષા માટે શહીદ થયો અને દેશના આર્મી ઓફીસરો એ સન્માન પુર્વક તેમના પાર્થિવ દેહને અગ્નિદાહ આપ્યો હતો સમગ્ર ગુજરાતમાં શોક વ્યક્ત કરવામાં આવી રહ્યો છે.
ધરા ભોમની રક્ષા કાજે પોતાના નાના બાળકો પત્ની અને પરીવારને છોડી ને જનારા લાલજી ભાઈ ની દિવ્ય આત્માને પરમાત્મા શાંતિ આપે અને તેમના પરીવારને આ દુઃખ માંથી બહાર આવવાની શક્તિ આપે સાથે તેમના પરીવારને સરકાર તરફ થી સહાય આપવામાં આવે એવી જ પ્રાથના સાથે જય હિન્દ ઓમ શાંતિ ઓમ.