Cli

લ્યો હવે જોવાતી રાહ પુરી થઈ, પવનપુત્ર ભાઈજાન પર મળી મોટી ખુશખબરી…

Bollywood/Entertainment Breaking

સલમાન ખાનના પૂરા કરિયરમાં અત્યાર સુધીની સૌથી હિટ ફિલ્મ બજરંગી ભાઈજાનને માંનવામાં આવે છે સલમાનની આ એવી ફિલ્મ છે જેણે લોકોના દિલને સ્પર્શી ગઈ હતી ભારત પાકિસ્તાન સહિત આને બીજા દેશોમાં પણ બોક્સઓફિસમાં ખુબ પ્રેમ મળ્યો હવે આ ફિલ્મથી જોડાયેલ એક એવી ખબર આવી રહી છેકે જાણીને તમે ખુશીથી ઉછળી પડશો.

હકીકતમાં બજરંગી ભાઈજાનનો બીજો ભાગ બની રહ્યો છે બજરંગી ભાઈજાન 2 બની રહી છે અને આને બનાવવાનું કામ અત્યારે શરૂ થઈ ગયું છે બાહુબલી અને ત્રીપલ આરની કહાની લખનાર રાઇટર અને એસએસ રાજ મૌલીના પિતા વિ વિજેયન્દ્ર પ્રસાદે બજરંગી ભાઈજાનના પહેલા ભાગની કહાની લખી હતી.

હવે તેઓ બીજા ભાગને પણ તેઓ લખવાના છે વિ વિજેયન્દ્ર પ્રસાદે ખુદ આ ફિલ્મ પર વાત કરતા કહ્યું છેકે એમણે સલમાનને એમની કહાની સંભળાવી દીધી છે અને તે સલમાનને ખુબ પસંદ આવી છે એમણે જણાવ્યું કે બજરંગી ભાઈજાન ફિલ્મમાં આઠ દસ વર્ષ આગળની કહાની બતાવાશે એમણે કહ્યું સિક્વલ પહેલા ભાગથી કમ નહીં હોય.

એમણે બજરંગી ભાઈજાનના બીજા ભાગના નામનો ખુલાસો કર્તા કહ્યું કે સિક્વલનું નામ પવનપુત્ર ભાઈજાન છે અને તેની કહાની એવી હશેકે જે ભારત પાકિસ્તાનના સબંધમાં મીઠાસ લાવશે ફિલ્મની કહાનીનું કામ જોરશોરથી ચાલી રહ્યું છે સલમાન આ ફિલ્મને લઈને ખુબ ઉત્સાહિત છે અત્યારેતો આ ફિલ્મને લઈને મોટી અપડેટ સામે આવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *