આર્યનના કેસમાં બે વકીલ હોવા છતાં તેના કેસમાં દલીલો અને તારીખો સિવાય હજી સુધી કઈ જ હાથ લાગ્યું નથી છેલ્લે જ્યારે કોર્ટમાં આર્યનની જામીન અરજી અંગે સુનવણી કરવામાં આવી હતી ત્યારે દલીલો ઘણી જ લાંબી ચાલી હતી જેને કારણે જજે આ અંગે ૨૦તારીખે નિર્ણય આપવાનું નક્કી કર્યું હતું.
હવે જ્યારે ૨૦તારીખ આવી રહી છે ત્યારે એક તરફ આર્યન અને તેમના વકીલ માત્ર નિર્ણયની રાહ જોઈ રહ્યા છે તો બીજી તરફ તપાસ અધિકારીઓ આ કેસમાં આર્યનને જામીન ન મળે અને કેસને વધુ મજબૂતાઈથી કોર્ટમાં રજૂ કરી શકાય તે માટે મહેનત કરી રહ્યા છે એક ખબર પ્રમાણે અધિકારીઓએ આ કેસને લઈને મુંબઈના અલગ અલગ વિસ્તારોમાં તપાસ કરવાની શરૂઆત કરી છે.
ગઇકાલે જ અધિકારીઓએ મુંબઈના જૂહુ અને અંધેરી વિસ્તારના અલગ અલગ ભાગમાં તપાસ કરી હતી આ સમગ્ર તપાસમાં અધિકારીઓને મોટા પ્રમાણમાં ગેરકાયદેસર વસ્તુ મળી આવી હતી અધિકારીઓને મુંબઈના વસાઈ વિસ્તારમાં ૧ કરોડની ગેરકાયદેસર વસ્તુ મળી આવી હતી.
સાથે જ અધિકારીઓ દ્વારા વસ્તુ વેચનાર બે લોકો યાકુબ શેખ અને મહોમદ એઝાઝની ધરપકડ પણ કરવામાં આવી હતી જેમની પાસેથી મે!ટ્રોફોન નામની વસ્તુ મળી હતી જો કે હાલમાં તો અધિકારીઓ દ્વારા આ આરોપીઓનો શિપ પાર્ટીમાં આવેલા લોકો સાથે કોઈ સંપર્ક હતો કે કેમ તે જાણવા પૂછપરછ કરવામાં આવશે ઉલ્લેખનિય છે કે હાલમાં અધિકારીઓએ શિપ પાર્ટી કેસમાં ૨૦લોકોની ધરપકડ કરી છે.