માં બાપ સેલિબ્રિટી હોય કે સામાન્ય માણસ પરતું વાત જ્યારે દીકરા વિશે કે પોતાના કોઈપણ સંતાન વિશે હોય ત્યારે માંબાપને ચિંતા થવા લાગે માં બાપ બનતી કોશિશ કરે કે તેમના સંતાનોને મુશ્કેલીમાંથી બહાર લાવી શકાય પણ જ્યારે બધી જ કોશિશ બધા જ પ્રયત્નો નિષ્ફળ જાય ત્યારે માંબાપની હાલત કફોડી બની જતી હોય છે.
કદાચ તમે સમજી જ ગયા હશો કે કોની વાત થઈ રહી છે આર્યનના માતાપિતા શાહરૂખખાન અને ગૌરીખાન વિશે અત્યારે આમની હાલત પણ કઈક આવી જ છે એમાં પણ આર્યન શાહરૂખખાનની પહેલી સંતાન છે એટલે સ્વાભાવિક રીતે તેની સાથે વધુ લાગણી જોડાયેલી હોય એક ઇન્ટરવ્યૂમાં શાહરૂખ ખાને પોતાના દીકરા વિશે વાત કરતા જણાવ્યું હતું.
જ્યારે આર્યનનો જન્મ થયો ત્યારે તે ઓપરેશન રૂમમાં હાજર રહ્યા હતા અને આર્યનના જન્મને જોયો હતો દિકરાના નામ વિશે જણાવતા શાહરૂખે કહ્યું હતું કે આર્યનનામ તેમને કોઈ જગ્યાએ સાંભળ્યું હતું અને તેમને ગમ્યું હતું તેથી તેમને દીકરાનું નામ આર્યન રાખ્યું જો કે આ વિશે વધુ જણાવતા તેમને કહ્યું હતું કે આ નામ તેમના દીકરા માટે બરાબર જ છે.
કેમકે આર્યન એક હિન્દુ નામ છે પરંતુ આર્યન જો કોઈ મુસ્લિમ દેશમાં જવા ઈચ્છે તો ત્યાં તેનું નામ અરિયાન કરી શકે અને જો તે વિદેશ જઈ પોતાનું નામ બદલવા ઈચ્છે તો ત્યાં તે એરિયન નામ રાખી શકે છે ઉલ્લેખનીય છે કે આર્યનના જન્મ બાદ શાહરૂખ સીમી ગરેવાલના એક શોમાં ગયા હતા જ્યાં તેમને કહ્યું હતું કે તેમનો દીકરો કઈ પણ પોતાની ઈચ્છા મુજબ કરી શકે છે. આજ નિવેદનનો વિડિયો સોશીયલ મીડિયા પર વાયરલ થયો હતો જેમાં કેસને લગતા શબ્દો વાપરવામાં આવ્યા હતા.