બોલીવુડ અભિનેતા મુકેશ ખન્ના નું નામ આજે કોઈથી અજાણ્યું નથી. શક્તિમાન સિરિયલથી બાળકો અને યુવાનોમાં લોકપ્રિયતા મેળવનાર આ અભિનેતા હાલમાં ભલે કોઈ જ સિરિયલ કે ફિલ્મમાં જોવા ન મળતા હોય.
તેમ છતાં પોતાના નિવેદનથી તે હમેશા ચર્ચામાં રહેતા હોય છે મુકેશ ખન્ના અવારનવાર ધર્મ અને અન્ય બાબતો પર પોતાના મત રજૂ કરતા હોય છે.જો કે આ અભિનેતા અંગત જીવનને કારણે પણ ખૂબ ચર્ચામાં રહ્યા છે.
મુકેશ ખન્નાના લગ્ન ન કરવાને કારણે તેમના પર અનેક સવાલ ઉઠયા છે જોકે પોતાની યુ ટ્યુબ ચેનલ પર અભિનેતાએ આ અંગે ખુલાસો કર્યો છે.તેમને કહ્યું કે મારા લગ્ન થયા જ નથી તેમ છતાં ઘણી ચેનલ મુકેશ ખન્નાની પત્ની એવા શીર્ષક સાથે ન્યુઝ આપે છે.
જેનાથી મને આશ્ચર્ય થાય છે જો કે હું લગ્નની વિરુદ્ધ નથી.હા મેં ભીષ્મ નું પાત્ર ભજવ્યું હતું પણ હું એટલો મહાન નથી કે તેમની જેમ લગ્ન ન કરવાની પ્રતિજ્ઞા લઈ શકું.લગ્ન નસીબની વાત છે.તમે અફેર કોઈની પણ સાથે કરી શકો પણ લગ્ન નસીબથી થાય છે.
હું લગ્નમાં માનું છું.જો કે આપણા સમાજમાં પત્નીને પતિવ્રતા બનવાનો જે રિવાજ છે હું એનો વિરોધી છું.પત્નીને પતિવ્રતા હોવું જોઈએ પણ પતિએ પણ પત્નીવ્રતા હોવું જ જોઈએ અભિનેતાએ કહ્યું કે લગ્ન કેમ નથી કર્યા એ અંગત વાત છે અને હું અમુક વાતો અંગત રાખવમાં જ માનું છું.