મિત્રો આપણે જાણીએ છીએ કે જનમાસ્ટમીના દિવસે તમામ લોકો ભગવાનની પૂજામાં વ્યસ્ત હોય છે હવે આને લઈને ઉત્તર પ્રદેશના મથુરા જિલ્લામાં એક ખરાબ બનાવ સામે આવ્યો છે મોડી રાત્રે કેટલાક લોકો અહિયાં દર્શન કરવા માટે આવ્યા હતા.
ત્યારે અહિયાં ભાગદોડ થઈ હતી જેમાં બે લોકોના અવસાન પણ થયા છે આ સાથે મળતી માહિતી અનુસાર ભીડ એટલી બધી હતી કે અહિયાં 50 થી પણ વધારે લોકો બેભાન થઈ ગયા હતા એસએસપી અભિષેક યાદવે જણાવ્યુ કે.
ભીડ વધી જવાને કારણે આ હાદસો બન્યો હતો આ સાથે આ આરતીમાં મથુરાના એક પોલીસ અધિકારી પરિવારના સાત સભ્યો સાથે હાજર રહ્યા હતા સેવાદારોના જણાવ્યા અનુસાર તેઓ બાલકનીમાથી દર્શન કરી રહ્યા હતા.
આ સાથે અહીના અધિકારીઓએ તેમની સુરક્ષા માટે ઉપરનો દરવાજો પણ બંધ કરી દીધો હતો લોકોના જણાવ્યા અનુસરા એસપી ડીએસપી જેવા મોટા અધિકારીઓએ પણ આ આરતીમાં મશગુલ હતા.
આ સાથે આરતી શરૂ થાય આ પહેલા જ દબાળ વધવા લાગ્યું હતું ગણા લોકો બેહોશ પણ થવા લાગ્યા હતા અને આ ભીડમાંથી પોલીસને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવી હતી આ સાથે આ ભીડમાં બે લોકોએ પોતાનો જીવ પણ ગુમાવ્યો છે.