લોકો કહે છે કે માં વગર બાળકને કોઈ વધારે પ્રેમ કરી નથી શકતું પરંતુ અહીં એવા માસીનો ઉદાહરણ આપવા જઈ રહ્યા છીએ જેણે પોતાના જીવનને તેના ભાણેજ ઉપર સમર્પિત કરી દીધું તેમણે તેના ભાણેજ માટે કામ કરી કરીને તેને ભણાવી ગણાવીને મોટો કર્યો પરંતુ હવે એમની પરિસ્થિતિ એવી આવી છે કે તેને તે ભાણેજ છોડીને જતો રહ્યો છે તો ચાલો જાણીએ તેમની કહાની વિશે.
જયશ્રીબેન તેના ભાણેજ પૂર્વજ સાથે પહેલા રહેતા હતા તેમના ઘરવાળા ઓફ થઇ ગયા છે પૂર્વજ જ્યારે છ વર્ષનો હતો ત્યારે તેની માતાનું મૃત્યુ થયું હતું ત્યારે જયશ્રીના પતિએ કહ્યું હતું કે આપણે તે બાળકને લઈને તેને મોટો કરીએ ત્યારે તેમણે પૂર્વજને તેમના પાસે રાખીને તેને ભણાવી ગણાવીને મોટો કર્યો તે મોટો થઈને હીરાના કામ માં જોડાયો પણ જ્યારે પણ તેના માસી તેને કોઈ સલાહ આપે તે હંમેશા તેને નકારી દેતો હતો અને એક દિવસ તેણે તેના માસથી અલગ થવાનો નિર્ણય લીધો અને તે ઘર છોડીને જતો રહ્યો ત્યારે માસી ખૂબ દુઃખી થયા તેમણે ઘણા પ્રયત્ન કર્યા તેને ઘરે લાવવાના પરંતુ તે આવ્યો નહીં.
પૂર્વજ ક્યારે પણ તેના માસીની લાગણી સમજી શકતો ન હતો તે ક્યારે પણ તેને માં જેવો પ્રેમ કરતો ન હતો જ્યારે જયશ્રીબેન તેને તેના છોકરા જેવો જ માનતા હતા જયશ્રીબેન કામ કરી કરીને તેને મોટો કર્યો અને આજે તે જયશ્રી બેન ને છોડીને જતો રહ્યો તેમને ઘણું દુઃખ થઈ રહ્યું હતું.
હવે જયશ્રી બહેન રોટલીનો ઓડર આવી તે કરે છે જેમા તેમને ૨૦૦ જેવા મળે છે પરંતુ તેમના ઘરનો લાઇટબીલ ખૂબજ વધુ આવે છે જે તે પૂરું નથી પાડી શકતા ક્યારેક ક્યારેક તેમની બહેનની મદદ લે છે પણ દરરોજ આપણે કોઈને મદદ માટે ના કઈ શકીએ તેથી તેમણે સંસ્થાની મદદ લીધી સંસ્થાના લોકો ઘરે આવ્યા તેમણે જયશ્રી બહેનની વેદના સમજી, જયારે પાલિપોસીને છોકરાને મોટો કરીને ભણાવી ગણાવીને પગ પર ઉભો કર્યો હોય એને એજ જો છોડીને જાતો રહે તો કેવી ભાવના ઉદભવે છે તે તમે સમજી શકો છો.
જયશ્રી બહેનને ઘરનું લાઈટ બિલ ખૂબ જ વધુ આવતું હતું હજાર-બે હજાર જેટલું જે તે પૂરું પાડી ન શકતા હતા તે માટે તેમણે સંસ્થાની મદદ લીધી અને તેમણે કહ્યું કે મને સીવણ મશીન આપો જેથી હું મારું ગુજરાન ચલાવી શકું ત્યારે તેમને એક સિલાઈ મશીન આપવામા આવ્યું જેથી તે પોતાનું ગુજરાન ચલાવી શકે.