જીવનમાં સારા દિવસો અને ખરાબ દિવસો આવતા રહે છે આપણે હંમેશા જે વ્યક્તિ ની પરિસ્થિતિ ખરાબ હોય તેની મદદ કરવી જોઈએ ભગવાને આપણને માનવ અવતાર આપ્યો છે આપણે માનવતાના કામ કરતા રહેવા જોઈએ આજે અહીં એક દાદીની વાત કરવાના છીએ જેને તેની બહેને ઘરેથી કાઢી મૂક્યા છે અને તેમની પરિસ્થિતિ ખૂબ જ ખરાબ બની છે ત્યારે સંસ્થાના લોકો ની મદદથી તેમને નવું જીવન આપવામાં આવ્યું છે.
પાર્વતીબેન સુરતમાં રોડ ઉપર રહે છે તે ચાર પાંચ મહિનાથી ત્યાં જ રહે છે જ્યારે સંસ્થાના લોકોએ તેમને પૂછ્યું કે તમારા પરિવારમાં કોણ છે અને તમારા સાથે એવું શું બન્યું કે તમે અહીં રહો છો ત્યારે તેમણે કહ્યું કે મારા પરિવારમાં કોઈ નથી મારા દીકરા દીકરી હતા જે મરી ગયા છે અને મારો પતિ પણ મરી ગયો છે હું મારી બહેન સાથે રહેતી હતી તેણે મને કાઢી મુકી છે ત્યાર પછી હું આમ જ અહીં રહું છું જે મને કોઈ ખાવા માટે આપી જાય તે ખાઉં છું અને જો ન મળે તો ભૂખ્યા પેટે સુઈ જાવ છું હું મજબૂર છું મારા પાસે કઈ કામ કરવા માટે નથી કે હું કઈ કરી શકું હું એવી સ્થિતિમાં પણ નથી કે કંઈ કામ ગોતી શકું મારા બંને ગોઠણ ભાંગી ગયા છે જેથી હું ચાલી પણ નથી શકતી વરસાદ પડે ત્યારે પણ મને અહીં જ બેસવું પડે છે વરસાદ દરમિયાન ઘણી મુશ્કેલીઓ પડે છે.
જ્યારે તેમને પહેલાના જીવન વિશે પૂછવામાં આવ્યું ત્યારે તેમણે કહ્યું મે દવાખાનામાં કામ કર્યું છે લોજમાં પણ હું કામ કરતી હતી અને ઘરનું કામ પણ હું કરતી હતી ત્યારે મારું જીવન સારું હતું પરંતુ હવે મારા આવા દિવસો આવ્યા છે જ્યાં મને ઘણા દિવસો સુધી ભૂખ્યા રહેવું પડે છે ત્યારે સંસ્થાની ટીમ તેમને સેન્ટર ઉપર લઈ આવી અને તેમને રહેવા અને ખાવાની સગવડ ઉપલબ્ધ કરી આપી.
પાર્વતી બહેનને નાઈને સ્વચ્છ કપડાં પહેરવા માટે આપ્યા અને તેમને પૂછ્યું કે હવે તમને અહીં આવીને કેવું લાગે છે ત્યારે તેમણે કહ્યું કે મારા પાસે શબ્દ નથી કે હું વર્ણન કરી શકું તમે મને મદદરૂપ થયા છો હું તમારો આભાર ક્યારેય નહીં ભૂલું અને તમે જીવનમાં મારા જેવા લોકોને મદદ કરતા રહો તેવી મારી આશા છે અને ભગવાન તમને સો વર્ષના કરે આમ સંસ્થા દ્વારા ગરીબ લોકોને મદદ કરવામાં આવે છે.