એક મહિલા માટે એ સમયે ખૂબ જ મુશ્કેલ હોય છે જ્યાં તેને કોઈ નો સાથ સહકાર મળતો નથી અને તેના ઉપર આખા ઘરની સંભાળ રાખવાનો ભાર આવે છે સવિતાબેન સાથે પણ કંઈક આવું જ થયું છે સવિતાબેન તેમના બે છોકરા સાથે તેમના માતા ના ઘરે રહે છે તેમના પતિ ખૂબ જ દારૂ પીતા હતા અને તેમના સાથે મારપીટ કરતા હતા એટલે 14 વર્ષ પહેલા તેમણે તેમનું ઘર છોડી દીધું હતું જેથી તે માતા સાથે આવીને રહેવા લાગ્યા તેના પતિ તેમના છોકરાઓને પણ કંઈ ખાવા માટે આપતો ન હતો.
કોરો ના દરમિયાન તેમના પતિ ગુજરી ગયા હતા અને થોડા સમય બાદ સવિતાબેનના પિતા ગુજરી ગયા હતા હવે તેમના ઘરમાં બે છોકરા અને તેમની માતા રહે છે સવિતાબેન ડાયમંડ લગાવીને મહિનાના બે ત્રણ હજાર કમાઈ લે છે લોકડાઉન દરમિયાન તેમને આડોશી-પાડોશી ખાવાનું આપી જતા હતા તેથી તેમને આડોશી પાડોશી ની મદદ મળતી હતી હમણાં તેમને તેના બે છોકરાઓ ની ફી ભરવામાં તકલીફ પડી રહી છે તેમનો એક બાળક દસ વર્ષનો છે અને બીજો બાળક 14 વર્ષનો છે એક બાળક પાંચમા ધોરણમાં છે અને બીજો બાળક દસમા ધોરણમાં છે જેને તે ભણાવવા ઇચ્છે છે જેથી તે પોતાના પગ પર ઉભા થઇ શકે પરંતુ પૈસાની અછતને કારણે તે ફી નથી ભરી શકી રહ્યા ત્યારે તેમણે સંસ્થાની મદદ લીધી.
સંસ્થાની ટીમ તેમના ઘરે આવી સંપૂર્ણ વાતની જાણ સવિતાબેનએ તેમને કરી ત્યારબાદ સંસ્થાની ટીમે બંને બાળકોના સ્કુલમાં જઇને તેમની એક વર્ષની ફી ભરી અને સંસ્થાના લોકોએ કહ્યું કે તમને ચિંતા કરવાની જરૂર નથી અમારી સંસ્થા લોકોને હંમેશા મદદ કરે છે અને અમે તમારી મદદ કરતા રહીશું બસ તમે તમારા છોકરાઓને ભણાવો ગણાવો અને તેના પગ પર ઊભા કરો.