ગુજરાતની લોકપ્રિય સિંગર કિંજલ દવે પોતાના સુમધુર અવાજ થકી ખુબ જ લોકપ્રિયતા ધરાવે છે તેના ગીતો દેશ-વિદેશમાં ખૂબ જ ફેમસ થયા છે જેમાં ચાર ચાર બંગડીવાળી અમે ગુજરાતી લેરી લાલા જેવા ઘણા બધા ગીતો આજે પણ લોકોના મુખે સાંભળવા મળે છે દેશ વિદેશમાં ગરબાના પ્રોગ્રામથી તે આજે ગુજરાત ભરમાં છવાઈ ગઈ છે.
તેની લોકપ્રિયતા ગજબની છે જેટલું તેના અવાજમાં જાદુ છે તેટલો તેના સ્વભાવમાં પણ અનેરો જાદુ છે તાજેતરમાં કિંજલ દવેનું જન્મદિવસ હતો તેને પોતાના જન્મદિવસ નિમિત્તે સંકુલના બાળકોને ભોજન કરાવ્યુ હતુ જેની તસવીરો મહીપતસિહે શેર કરી હતી જેના પણ લોકો કિજંલ દવે ને ખૂબ શુભેચ્છા પાઠવી રહ્યા હતા.
સોશિયલ મીડિયા પર પણ કિંજલ દવે ખૂબ જ લોકપ્રિયતા ધરાવે છે તેના 38 લાખથી પણ વધારે ફોલોવર છે તેને એવું સરસ ઉમદા કાર્ય કર્યું હતું કે તેના જન્મદિવસ નિમિત્તે તેની ખુબ પ્રસંસા કરવામાં આવી રહી હતી કિંજલ દવે એ પોતાના 24 માં જન્મદિવસ નિમિત્તે હરીઓમ ગૌશાળા અનાવાડા પાટણ માં 24 ગાયોને એક વર્ષ માટે દત્તક લીધી હતી.
અને તેના ભરણ પોષણ માટે તેને ગૌશાળામાં 1 લાખ 71 હજાર નું દાન આપ્યું હતું સાથે પોતાના પિતા લલીત દવે સાથે મળીને ગરીબ લોકોને રાશન ની કીટનુ પણ વિતરણ કર્યું હતું કિજંલ દવે પોતાના કેરીયર સાથે સેવાકીય પ્રવૃતિઓ માં પણ ખુબ આગળ રહે છે તે અવારનવાર સેવાકીય પ્રવૃતિઓ થી લોકોના દિલ જીતતી રહે છે તેની લોકપ્રિયતા દિનપ્રતિદિન ખુબ જ વધી રહી છે.