Cli
khavana paisa nathine

ઘરમાં ખાવાના પૈસા નથીને ભગવાને આપી છે આવી બીમારી આમણે આ રીતે કરી મદદ…

Breaking

મિત્રો આજે વાત કરવી છે સૌરાષ્ટ્રના એક ગામમાં રહેતા એક વ્યક્તિની કે જેની સમસ્યા જોઈ તમે બોલી ઊઠશો કે આવું દુઃખ તો દુનિયામાં કોઈની જોડે નહીં હોય ખરેખર આ વ્યક્તિને જોઇને તમે દુઃખી થઈ જશો અને બોલી ઉઠશો કે ભગવાન આવું દુઃખ કોઈ વ્યક્તિને ના આપે અને એવી બીમારી છે ડોક્ટર પણ હજુ સુધી જાણી નથી શક્યા કે આ શું છે પોપટભાઈની ટીમ દ્વારા આ ભાઈના ઘરે જઈ પુરી હકીકત જાણવા કોશિશ કરેલી જેમાં જાણવા મળ્યું કે આ વ્યક્તિના ચહેરા ઉપર એકદમ ચરબી ઉપસી આવે છે જેના કારણે તે શાંતિથી જમી પણ નથી શકતા કે ન તો શાંતિથી દેખી શકે છે.

જ્યારે પોપટ ભાઈની ટીમે તેમના ઘરે જઈ આ વ્યક્તિ જોડે મળ્યા તો તેઓ સારી રીતે બોલી પણ નથી શકતા ત્યારે તેમના પિતા શ્રી ને મળીને વાત થઈ તો તેમણે જણાવેલું કે ત્રણેક વર્ષ પહેલા આ સમસ્યા ચાલુ થયેલી જેના કારણે અમે લોકોએ મારા દીકરાને પહેલા લોકલ હોસ્પિટલમાં બતાવેલું લોકલ ડોક્ટરને બતાવ્યા અનુસાર તેમને કંઈ સમજાયું નહીં તો તેમણે જણાવ્યું કે તમે કોઈ મોટી હોસ્પિટલમાં બતાવો ત્યારબાદ અમે લોકોએ ત્યાં જઈ ત્યારે રિપોર્ટ કરાવ્યા અને તેમણે રિપોર્ટ અમદાવાદ હોસ્પિટલમાં મોકલી આપ્યા બધા જ રિપોર્ટ નીલ આવ્યા અને છેવટે ડોક્ટરોને પણ સમજાતું નથી કે આ શું છે અને લાસ્ટમાં બસ તેમણે એક જ વાત કહી કે આ એક જાતની એલર્જી છે જેના કારણે તમારા દીકરાની આવી હાલત થઈ રહી છે તારે પોપટ ભાઈની ટીમ દ્વારા તેમને એક વર્ષ સુધી રાશન પાણી આપવાની જાહેરાત કરી.

જેથી તમે આ દીકરાની સારવાર કરી શકો અને આપણે બધા જાણીએ છીએ કે સૌરાષ્ટ્રના કેટલાક ગામોમાં વાવાઝોડું આવવાના કારણે ઘણું નુકસાન થયેલું હતું તો પોપટભાઈ ફાઉન્ડેશન દ્વારા આ નુકસાનના ભરપાઈ પેટે અમે લોકોએ દરેક વ્યક્તિને પાંચ હજાર રૂપિયા આપી તેમના ઘરની મરામત કરવા માટે સહાયની જાહેરાત કરી છે સૌ પહેલા આ ભાઈના ઘરે થી આ સહાયની શરૂઆત કરવામાં આવેલ છે તો અંતમાં આપણે પણ પ્રાર્થના કરીએ કે આ વ્યક્તિને જેમ બને તેમ જલદીથી સારું થઈ જાય.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *