શાહરૂખ ખાનના ચાહકોએ માન્યો અરવિંદ કેજરીવાલનો આભાર…

Breaking

બોલીવુડ અભિનેતા શાહરૂખ ખાનનું નામ આજે કોઈથી અજાણ્યું નથી.બોલિવુડમાં કિંગ ખાનની ઓળખ ધરાવતા  આ અભિનેતાની ફિલ્મ જવાન હાલમાં રિલીઝ થવા જઈ રહી છે એવામાં હાલમાં આ અભિનેતાના ચાહકોએ કઈ એવું કર્યું છે કે દિલ્હીના અરવિંદ કેજરીવાલ પણ વિચારમાં પડી ગયા છે.

હાલમાં શાહરૂખ ખાનના ચાહકોએ અરવિંદ કેજરીવાલનો આભાર માન્યો છે.હકીકતમાં દિલ્હીમાં જી -૨૦મીટિંગ ના આયોજનને કારણે ૭સપ્ટેમ્બર થી ૯ સપ્ટેમ્બર સુધી શાળા,કોલેજમાં રજા જાહેર કરી છે આ જ સમય દરમિયાન ૭ તારીખે  શાહરૂખ ખાનની ફિલ્મ જવાન થીયેટરમાં રિલીઝ થઈ રહી છે.શાહરૂખના ચાહકોનું માનવું છે કે દિલ્હીની આ રજાને  કારણે શાહરૂખ ખાનની ફિલ્મ જવાનની કમાણીમાં વધારો થશે.

આ જ કારણ છે કે તેઓ અરવિંદ કેજરીવાલનો આભાર માની રહ્યા છે જો કે ચાહકો ભૂલી રહ્યા છે કે આ ત્રણ દિવસમાં માત્ર શાળા,કોલેજ કે ઓફિસ જ નહિ પરંતુ મોલ,થિયેટર પણ બંધ રહેશે.જેને લીધે શાહરૂખ ખાનની ફિલ્મને ફાયદો નહિ પણ નુકસાન થશે વાત કરીએ શાહરૂખની ફિલ્મ અંગે તો હાલમાં આ ફિલ્મ પર સેન્સર બોર્ડ દ્વારા કાતર લગાવવામાં આવી છે.ફિલ્મના ઘણા સીનને ફિલ્મથી દૂર કરવાની ચેતવણી આપવામાં આવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *