Cli
why this men merry at the age of 110

૧૧૦ વર્ષની ઉંમરે પાકિસ્તાની વ્યક્તિએ કર્યા લગ્ન,વીડિયો થયો વાયરલ…

Uncategorized

કહેવાય છે કે એક ઉંમર પછી માણસે પૈસા,ભોગ વિલાસ તમામ વસ્તુ ભૂલી ભગવાનનું ભજન કરવું જોઈએ.જો કે ઘણા વ્યક્તિ એવા છે જે ભોગ વિકાસ ને ત્યજી નથી શકતા અને આખરે કઈ એવું કરી બેસે છે કે ચારે બાજુ ચર્ચાનો વિષય બની જતા હોય છે હાલમાં આવું જ કંઈ કર્યું છે પાકિસ્તાનના ૧૧૦ વર્ષની ઉંમરે પહોંચેલા એક વૃદ્ધે.પાકિસ્તાનના અબ્દુલ હન્નાન  નામના વૃદ્ધે ૧૧૦ વર્ષની ઉંમરે ફરી લગ્નજીવનની શરૂઆત કરી છે.

જણાવી દઇએ કે વૃદ્ધના આ પહેલા કે બીજા નહિ પરંતુ ચોથા લગ્ન છે. આ ત્રણ લગ્નથી સંતાન હોવા છતાં વૃદ્ધે ૧૧૦ વર્ષની ઉંમરમાં ફરી લગ્ન કર્યા છે વૃદ્ધ નું કહેવું છે કે તેમને એકલતા લાગતી હતી જેને કારણે તેમને આ લગ્ન કર્યા છે. તેમની પત્નીની ઉંમર ૫૫ વર્ષ છે વાત કરીએ પરિવારના સભ્યોની તો તેમના પરિવારમાં કુલ ૮૪ સભ્યો છે પરિવારનો મોટો દીકરો વૃદ્ધની નવી પત્નીથી માત્ર ૧૫ વર્ષ  જ મોટો છે.

હાલમાં આ વૃદ્ધ ના લગ્નનો વીડિયો સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ થઈ રહ્યો છે આ વીડિયોને જોનાર દરેક વ્યક્તિ અલગ અલગ પ્રતિક્રિયા આપી રહ્યું છે કોઈએ કહ્યું આ ઉપર જઈને જ અટકશે,તો કોઈએ કહ્યું સરકારે લગ્ન પર પણ જીએસટી લગાવવો જોઈએ કદાચ એનાથી કંઈ અસર પડે જો કે વૃદ્ધે એ એવું કહેનાર લોકોને ખોટા સાબિત કર્યા છે કે લગ્નની એક ઉંમર હોય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *