ઘણી પ્રેમકહાની એવી હોય છે જેમાં મોત પણ બે વ્યકિતને અલગ કરી શકતું નથી.એક પ્રેમીના મૃત્યુ બાદ બીજી વ્યક્તિનું પણ કોઈને કોઈ કારણસર મૃત્યુ થઈ જતું હોય છે હાલમાં આવું જ કંઈ જોવા મળ્યું અભિનેત્રી સીમા દેવ સાથે. આનંદ,ડ્રીમ ગર્લ જેવી ફિલ્મોમાં જોવા મળેલી આ અભિનેત્રી પણ પતિના નિધનના એક વર્ષ બાદ મૃત્યુ પામી છે.
હાલમાં સામે આવેલી ખબર અનુસાર અભિનેત્રી સીમા દેવનું ૨૪ ઓગસ્ટના રોજ નિધન થયું છે.આ અભિનેત્રી પાછલા કેટલાક સમયથી અલ્ઝાઇમરની બીમારીથી પીડિત હતી ફિલ્મ આનંદમાં અભિનેતા અમિતાભ બચ્ચનની ભાભીના પાત્રમાં જોવા મળેલી આ અભિનેત્રીએ પોતાના કરિયર દરમિયાન ૮૦ થી વધુ ફિલ્મોમાં કામ કર્યું હતું. તેઓ હિન્દી સાથે મરાઠી ફિલ્મોમાં પણ જાણીતા હતા.
વાત કરીએ અભિનેત્રીના અંગત જીવન અંગે તો તેમને અભિનેતા રમેશ દેવ સાથે લગ્ન કર્યા હતા.અભિનેતા રમેશ દેવનું વર્ષ ૨૦૨૨માં જ હાર્ટ એટેકના કારણે મોત નિપજ્યું હતું બંનેએ આનંદ ફિલ્મમાં સાથે કામ કર્યું હતું આ ફિલ્મમાં રમેશ દેવે સીમાના પતિની ભૂમિકા ભજવી હતી.સીમા દેવના દીકરાનું નામ અભિનવ દેવ છે જે એક દિગ્દર્શક છે.તેમને જ માતાના નિધન અંગે જાણકારી આપી.
જણાવી દઈએ કે સીમા દેવનું અસલ નામ નલિની સરાફ હતું.તેમને વર્ષ ૧૯૬૦માં આવેલી ફિલ્મ મિયા બીબી રાઝીથી કરિયરની શરૂઆત કરી હતી સીમા દેવની કહાની જોતા કહી શકાય કે પતિના નિધન બાદ પણ તેઓ એક વર્ષ પણ તેમનાથી દૂર ન રહ્યા.