બનાસકાંઠાના ધાનેરાના એક પરિવારને રાજસ્થાનમાં ભયંકર અકસ્માત નડી ગયો છે અક્સમાત રાજસ્થાનમાં થયો છે ભ!યંકર અકસ્માતમાં 4 લોકોનું નિધન થયું છે રાજસ્થાનના બાડમેરમાં સિંધરી પોલીસ સ્ટેશન વિસ્તારમાં સિંધરી રોડ હાઇવે પર એક ઝડપી ટ્રકે સામેથી આવી રહેલી કારને ટક્કર મારી ત્યારે આ દુર્ઘટના સર્જાઈ હતી.
હકીકતમાં અકસ્માતમાં કાર ગુજરાતના ધાનેરાના મહેશ્વરી પરિવારમાંથી આવતા ચાના વેપારી રાજુભાઈની હતી જેઓ ગાડી તેઓ ચલાવી રહ્યા હતા કારમાં તેમના ઘરના કુલ છ લોકો સવાર હતા જેમાં એક 8 વર્ષના બાળક પણ હતું તમામ લોકો ધનેરાથી પોતાની કાર લઈને બાડમેર સ્થિત જાસોલ.
મંદિરના દર્શન કરવા ગયા હતા તેઓએ શુક્રવારે દર્શન કર્યા હતા અને આજે સવારે ગુજરાત પરત ફરી રહ્યા હતા પરંતુ આજે સવારે સિંધરી પોલીસ સ્ટેશન વિસ્તારના બટાલા ગામ પાસે એક ટ્રકે તેમની કારને ટ!ક્કર મારી હતી ટ!ક્કર માર્યા બાદ ટ્રક ચાલકે પણ ટ્રક સાથે સંતુલન ગુમાવ્યું હતું અને ટ્રક બેકાબૂ થઈને નજીકની દિવાલ સાથે.
અથડાઈ હતી તેના બાદ ટ્રકનો ડ્રાયવર ટ્રક મુકીને નાસી ગયો હતો આ દુર્ઘટનામાં ગાડી ચલાવનાર રાજુભાઈનું નિધન થયું અને સાથે પરિવારની ત્રણ મહિલાઓ જેમાં કમલા બહેન મનીષા બહેન અને દ્રૌપદી બહેનનું નિધન થયું આ અકસ્માતમાં મનીષાનો 8 વર્ષનો પુત્ર મોન્ટુ અને પરિવારની અન્ય એક મહિલાને ગંભીર ઈજા પહોંચી છે અત્યારે તેઓ સારવાર હેઠળ છે