સાળંગપુર મંદિર વિવાદ અંગે આ શું બોલ્યા ઇન્દ્રભારતી બાપુ?

Uncategorized

હાલમાં સાળંગપુર મંદિરને લઈ ચાલી રહેલા વિવાદ અંગે તો તમે જાણતા જ હશો.સાળંગપુર હનુમાન મંદિરમાં હનુમાનની મૂર્તિ નીચે કેટલાક ભીંત ચિત્રો લગાવવામાં આવ્યા છે જેમાંના એક ચિત્રમાં હનુમાનજીને સ્વામિનારાયણ ભગવાન આગળ પ્રણામ કરતા બતાવવામાં આવ્યા છે તો અન્ય એક ચિત્રમાં સહજાનંદ સ્વામી આસન પર બેઠા છે અને હનુમાનજી નીચે બેસી તેને પ્રણામ કરી રહ્યા છે તેવું દર્શાવવામાં આવ્યું છે.

આ ચિત્રો અંગે જાણકારી મળતા જ અનેક લોકોએ આ અંગે વિરોધ વ્યક્ત કર્યો છે.તો  સનાતન ધર્મના અનેક સંતોએ પણ આ અંગે પોતાના નિવેદનો દ્વારા પોતાનો રોષ ઠાલવ્યો છે.

મોરારી બાપુએ આ અંગે વાત કરતા આ ઘટનાને સ્વામિનારાયણ સંપ્રદાયના લોકો દ્વારા કરવામાં આવેલું કપટ કહ્યું હતું.તેમને લોકોને સનાતન ધર્મ માટે જાગૃત રહેવા ટકોર કરી હતી.

જે બાદ હાલમાં જૂનાગઢના ઇન્દ્રભારતી બાપુએ પણ આ અંગે પોતાનો રોષ ઠાલવ્યો છે.હાલમાં જ એક ઇન્ટરવ્યૂ દરમિયાન ઇન્દ્રભારતી બાપુને સાળંગપુર મંદિર અંગે પૂછવામાં આવતા તેઓ રડી પડ્યા હતા.તેમને આ મુદ્દે વાત કરતા કહ્યું કે પ્રહાર કરવા જ હોય તો અમારી પર કરો, અમને મારી નાખો પણ મહેરબાની કરી અમારા દેવી દેવતાઓને નીચા ન બતાવો.

વધુમાં તેમણે કહ્યું કે સાળંગપુરમાં હનુમાનજી મહારાજની જે મૂર્તિ બેસાડી તેનું આપણે ગૌરવ અનુભવીએ છીએ. પરંતુ તેની નીચે હનુમાનજી મહારાજના જે ચિત્રો દર્શાવાયા છે, આ કઈ વ્યાજબી કહેવાય, આ ધર્મ કહેવાય, આ સંપ્રદાયની દાટ વાળવા માટે સાધુ થયા છે કે જે આજે સનાતન ધર્મના દેવી-દેવતાઓને નીચા દેખાડે છે. આના કારણે અમને ઘણું દુઃખ થાય છે. દર વખતે આવી ભૂલો કરીને પછી કહે કે હું માફી માંગુ છું, માફી માંગુ છું, અરે ભાઈ આવું કરીને તમારે માફી જ માંગવાની.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *