ધર્મમાં શ્રદ્ધા હોવી અને ધર્મનો પક્ષ લેવો એ સારી વાત છે પરંતુ ધર્મનો પક્ષ લેવા કાયદાને હાથમાં લેવો એ યોગ્ય નથી.જો કે દુનિયામાં ઘણા એવા લોકો છે જે ધર્મનો પક્ષ લેવામાં કાયદો પણ ભૂલી જતા હોય છે.
આવો જ એક વ્યક્તિ હાલમાં સાળંગપુર હનુમાન મંદિરમાં જોવા મળ્યો છે.
હાલમાં સાળંગપુર હનુમાન મંદિરને લઈ ચાલી રહેલા વિવાદ અંગે તો તમે જાણતા જ હશો. સાળંગપુર હનુમાન મંદિરમાં હનુમાનની મૂર્તિ નીચે કેટલાક ભીંત ચિત્રો લગાવવામાં આવ્યા છે જેમાંના એક ચિત્રમાં હનુમાનજીને સ્વામિનારાયણ ભગવાન આગળ પ્રણામ કરતા બતાવવામાં આવ્યા છે તો અન્ય એક ચિત્રમાં સહજાનંદ સ્વામી આસન પર બેઠા છે અને હનુમાનજી નીચે બેસી તેને પ્રણામ કરી રહ્યા છે તેવું દર્શાવવામાં આવ્યું છે.
હાલમાં આ ભીંતચિત્રો ને લઈ લોકો વિરોધ વ્યક્ત કરી રહ્યા છે.સામાન્ય લોકો તેમજ સંતો દ્વારા સ્વામિનારાયણ સંપ્રદાયના સંતો માફી માંગે તેવી માંગ કરવામાં આવી રહી છે એવામાં હાલમાં એક વીડિયો સામે આવ્યો છે જેમાં એક યુવાન સાળંગપુર મંદિરમાં હનુમાનજીની મૂર્તિ પાસે લાકડી લઈ ઊભો રહેલો જોવા મળી રહ્યો છે.
આ યુવાન લાકડી વડે ચિત્રો ઉપર પ્રહાર કરી ચિત્રો તોડવા પ્રયત્ન કરી રહ્યો છે.જો કે વીડિયોમાં જોઈ શકો છો કે થોડી જ વારમાં પોલીસ યુવાન પાસે પહોંચી તેને પકડી લે છે અને તેને લઈ જાય છે.વાત કરીએ આ સમગ્ર ઘટના અંગે તો હાલમા મંદિરના સંચાલકો દ્વારા આ અંગે કોઈ પગલાં લેવામાં આવ્યા નથી.
.