કહેવાય છે ને કોઈ વ્યક્તિને સફળતા મળતા જ તેની નિંદા કરનાર કે તેના ભૂતકાળ ને યાદ કરી તેને નીચે પાડનાર લોકો સામે આવી જ જતા હોય છે.
હાલમાં આવું જ કઈ સની દેઓલ સાથે પણ થઈ રહ્યું છે. સની દેઓલની ફિલ્મ ગદ્દર -૨ હાલમાં બોલિવુડમાં ધૂમ કમાણી કરી રહી છે એવામાં એક તરફ બેંક લોન ન ચૂકવવાના કારણે તેમના બંગલાની હરાજી થવાની નોબત આવી હતી.જો કે અક્ષય કુમારને આ મુસીબત હજુ દૂર થઈ જ હતી એવામાં સની દેઓલ પર ફરી એક મુસીબત એક નવો આરોપ સામે આવ્યો છે.
હાલમાં જ બોલીવુડ ફિલ્મ ડાયરેક્ટર સુનીલ દર્શને સની દેઓલ પર પૈસાની છેતરપિંડી કરવાનો આરોપ લગાવ્યો છે.એક ઇન્ટરવ્યૂ દરમિયાન તેમને જણાવ્યું કે ફિલ્મ અજય નું શૂટિંગ પૂર્ણ થયા બાદ સની દેઓલે આંતરરાષ્ટ્રીય
ફિલ્મ વિતરણ કંપની ખોલવાની વાત કરી તેમની મદદ માંગી હતી.
સાથે જ સની દેઓલે અજય ફિલ્મના ઓવરસીઝ ડિસ્ટ્રિબ્યુશનના રાઇટ્સ પણ લીધા હતા. તેના માટે પૂરા પૈસા આપવાનું પણ વચન આપ્યું હતું.સુનીલ દર્શને વધુમાં જણાવ્યું કે સની દેઓલ પૈસાની વ્યવસ્થા કરવાના બહાને લંડન ગયો હતો. તેના એક વ્યક્તિએ મારી પાસે ફિલ્મની પ્રિન્ટ પણ લઈ લીધી હતી.પરંતુ પૈસા ચૂકવ્યા ન હતા.
તેમને કહ્યું કે પ્રિન્ટ મળ્યા બાદ સની દેઓલ તેમને ટાળતો રહ્યો હતો.સાથે જ તેમને કહ્યું કે આ પૈસા ચૂકવવા સની એ તેમની સાથે ફિલ્મ કરવાની પણ વાત કરી હતી. જો કે ન તો ફિલ્મ બની ન તો પૈસા મળ્યા.વધુમાં તેમણે કહ્યું કે હું આજે પણ આ માટે કોર્ટના ચક્કર લાગવું છું પણ સની કોર્ટનો નિર્ણય પણ નથી માની રહ્યો તેની પૈસા આપવાની દાનત જ નથી.