બોલીવુડ અભિનેતા ધર્મેન્દ્ર અને હેમામાલિની ની દીકરી ઈશાના થોડા મહિનાઓ પહેલા જ પતિ ભરત સાથે તલાક થયા છે એ તો તમે જાણતા જ હશો. પતિ સાથેના તલાક ઈશા તેની દીકરી સાથે અલગ રહેવા લાગી હતી. હાલમાં ઈશાની દીકરી 5 વર્ષની થતા ઈશાએ તેના જન્મદિવસની ધામધૂમથી ઉજવણી કરી હતી.
પતિ ભરત સાથેના તલાક બાદ પહેલી વાર દીકરીનો જન્મદિવસ આવતા ઈશાએ મરમેડ થીમ રાખી જન્મદિવસની ઉજવણી કરી હતી અને દીકરી વિશેની પોસ્ટ પણ શેયર કરી.ભલે ઈશા પોતાની દીકરી મિરાયા અને રાધા ને લાઈમ લાઈટથી દુર રાખતી હોય, કેમેરામાં તેનો ચહેરો ન બતાવતી હોય પરંતુ સોશિયલ મીડિયા પર તે પોતાની બંને દીકરીઓ વિશે અપડેટ આપતી રહે છે.
હાલમાં જ ઈશાએ તેની નાની પ્રિન્સેસ મીરાયા તખ્તાની ના જન્મદિવસની ઉજવણીના કેટલાક ફોટા સોશિયલ મીડિયા પર પોસ્ટ કર્યા હતા.ગત 10 જૂને મીરાયાં 5 વર્ષની થઈ અને તેના 5માં જન્મદિવસની ઉજવણી ઈશા માટે ખૂબ જ ખાસ રહી. ભરત સાથેના તલાકના દુઃખમાંથી ધીમે ધીમે બહાર નીકળી રહેલી ઈશાએ નાની દીકરીનો જન્મદિવસ ખાસ રીતે ઉજવ્યો.
પતિ ભરત સાથેના તો લાભ બાદ ઈશાના ઘરમાં ઘણા સમય બાદ દીકરીના જન્મદિવસ તરીકે ખુશીઓની ઉજવણી કરવાની પહેલી તક હતી.આ જ કારણ છે કે ઈશાએ દીકરીના આ દિવસને ખાસ બનાવવામાં કોઈ કસર બાકી નથી રાખી. તેને દીકરીના જન્મદિવસ પર તેની સાથેનો એક ક્યૂટ ફોટો શેયર કર્યો. જેમાં તે દીકરીને ગળે લગાવતી જોવા મળે છે. ફોટામાં પિંક સુટમાં ઈશા ખૂબ જ સુંદર લાગી રહી છે, તો કેમેરા સામે પીઠ રાખીને ઊભી રહેલી મિરાયાં કોર્ડ સેટમાં જોવા મળી રહી છે.
જોકે ચાહકોનું ધ્યાન તો મિરાયાંના લાંબા વાળો એ ખેંચ્યું હતું.આ ફોટાને શેયર કરતા ઈશાએ કેપશનમાં લખ્યું મારી પ્યારી દીકરી મિરાયાંને જન્મદિવસની શુભકામનાઓ, લવ યુ.ઈશાએ જન્મદિવસની મરમેડ પાર્ટીના અંદરના ફોટા શેયર નથી કર્યા પરંતુ પાર્ટીની એક ઝલક રૂપે એક ફોટો સામે આવ્યો છે જેમાં ઈશા સફેદ રંગના આઉટફીટમાં જોવા મળી રહી છે ઈશાની પાછળ મિરાયાંની બર્થ ડે પાર્ટીનું ડેકોરેશન જોવા મળી રહ્યું છે જેમા સમુદ્રની દુનિયાથી સજેલું બોર્ડ છે.
આ ફોટા જોયા બાદ ચાહકોએ ઈશાને વધુ ફોટા શેયર કરવા કહ્યું છે. જણાવી દઈએ કે ઈશા પોતાની બંને દીકરીઓને લઈને ખૂબ જ પ્રોટેક્ટિવ છે એક ઇન્ટરવ્યૂમાં દીકરીઓ વિશે વાત કરતા તેને જણાવ્યું હતું કે તેણે હજુ સુધી પોતાના તલાક વિશે દીકરીઓને વાત નથી કરી.ઈશાએ કહ્યું કે દીકરીઓ હજુ ખૂબ જ નાની છે અને જ્યાં સુધી તે આ વાતને સમજતી થશે ત્યાં સુધી તે તેમને સંભાળી ચૂકી હશે.