રાજસ્થાનના જયપુરમાંથી એક ચોંકવાર વિડિઓ સામે આવ્યો છે વિડિઓ કંઈક અકસ્માતનો લાઈવ વીડિયો છે જેમાં એક મિત્ર તેના બીજા મિત્રનો ફોટો લઈ રહ્યો હતો તેણે અહીં મોબાઈલમાં ક્લિક બટન દબાવતા જ સામે ફોટો પડાવનાર મિત્રનું મોત થઈ ગયું ઘટના સોમવારની છે પરંતુ આ ઘટનાનો સીસીટીવી વીડિયો હવે સામે આવ્યો છે.
અત્યારે આ વિડીઓ ઇન્ટરનેટમાં ઝડપથી વાયરલ થઈ રહ્યો છે હકીકતમાં વાત માં કંઈક એવું છેકે જયપુરના જગતપુરા વિસ્તારમાં આવેલ અક્ષયપત્ર મંદિરની બહાર થાંભલો છે ત્યાં બે મિત્રો ફોટોશુટ કરવા આવ્યા હતા ત્યારે થાંભલો પડતાં એક યુવકનું મોત થયું હતું આ જેનો વિડિઓ અત્યારે સોસીયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે ભૂપેશ અને દેવવ્રત મંદિરે દર્શન કરવા આવ્યા હતા.
ત્યારે અહીં પળને યાદગાર બનાવવા માટે બંને મિત્રો ફોટો પડાવી રહ્યા હતા ત્યારે ભૂપેશ દસ ફૂટ દૂરથી દેવવ્રતનો ફોટો પાડી રહ્યો હતો દેવવ્રત થાંભલાને ટેકો આપી ફોટો પડાવતો હતો ત્યારે અચાનક થાંભલો પડી જાય છે અને તેના માથે આવે છે અને દેવવ્રત બેભાન થઈ જાય છે તેને હોસ્પિટલ લઈ ગયા ત્યાં સુધીમાં તે મોતને ભેટ્યો હતો ડોકટરોએ જણાવ્યું કે દેવવ્રતનું મોત માથામાં ગંભીર રીતે વાગવાથી થયું છે