બોલીવુડ અભિનેત્રી ડાન્સર સુપર મોડેલ મલાઈકા અરોરા એ 49 વર્ષે બિજા લગ્ન માટે હાં કરી દિધી છે મલાઈકા એરોરા એ પોતાનાથી બાર વર્ષ નાના અભિનેતા અર્જુન કપૂર સાથે લગ્ન કરવાનું એલાન દુનિયા સામે હવે કરી દીધું છે હાલ સુધી જે સંબંધો ગર્લફ્રેન્ડ અને બોયફ્રેન્ડ ના હતા તે હવે પતિ પત્ની ના બનાવવા માટે મલાઈકા અને અર્જુન તૈયાર થયા છે.
એક બાળકની મા મલાઈકા હવે ફરીવાર દુલ્હન બનવા માટે તૈયાર થઈ ગઈ છે તેમને પોતાના બોયફ્રેન્ડ અર્જુન કપૂરને જવાબ આપી દીધો છે કે તે હવે તેમની દુલ્હન બની સેજ સજાવવા માટે તૈયાર છે થોડા સમય પહેલા જ મલાઈકા એરોરાએ પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પરથી એક તસવીર શેર કરી છે જેમાં તે શરમાતી અદાઓ સાથે પોતાના હાથને લજ્જાથી ચહેરો છુપાવતી જોવા મળે છે.
આ ફોટો ના કેપ્શન માં મલાઈકા એરોરા એ લખ્યું છે કે મારી હા છે સાથે દિલ ઈમોજી પણ પેસ્ટ કર્યા છે મલાઈકા એરોની આ પોસ્ટ સામે આવતા જ તેમને શુભેચ્છાઓ આપનારા લોકોની સંખ્યામાં ખૂબ જ વધારો જોવા મળ્યો હતો બોલીવુડના ઘણા સ્ટાર પણ મલાઈકાના આ ફેસલા પર પોતાની ખુશી વ્યક્ત કરતા જોવા મળે છે અર્જુન કપૂર અને મલાઈકાના લગ્નની.
ખબરો ઘણીવાર સામે આવતી હતી પરંતુ આ વખતે મલાઈકા એરોરાએ પોતે જ પોતાના લગ્નનું એલાન કરી દીધું છે મલાઈકા ના પહેલા લગ્ન સાલ 1998 માં અરબાઝ ખાન સાથે થયા હતા બંને વચ્ચે અવારનવાર ઝઘડાઓ થવા લાગ્યા અને સાલ 2017 માં બંનેના ડિવોર્સ થયા ડિવોર્સ ના થોડા.
સમય બાદ જ મલાઈકા એ અર્જુન કપુર નો હાથ પકડી લીધો તો અરબાઝ ખાન ઇટાલિયન મોડલ જોર્જીયા એટ્રીયન ના પ્રેમ મા પડ્યા અરબાઝ ખાન ઇટાલિયન મોડલ સાથે ક્યારે લગ્ન કરશે તે હજુ સામે આવ્યું નથી પરંતુ મલાઈકા ના આ ફેસલા થી કપૂર પરિવારમાં ખુશીઓનો માહોલ જોવા મળી રહ્યો છે.
મલાઈકા એરોરા કપૂર પરિવારના કોઈ પણ ઇવેન્ટમાં સાથે જોવા મળે છે આ વચ્ચે મલાઈકા એરોરા નો પુત્ર પણ તેના આ ફેસલા થી સહમત છે હવે અર્જુન કપૂર અને મલાઈકા એરોરાની લગ્ન ની તારિખો પણ ટુંક સમયમાં સામે આવી શકે છે ચાહકોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે.