ભલે મલાઈકા અરોડા ને અરબાઝ ખાન અલગ થઈ ગયા હોય પરંતુ જ્યાં એમના પુત્ર અરહાન ની વાત આવે ત્યારે બંને બધું ભુલાવીને ફરીથી એક સામે આવી જાયછે આ સુંદર તસ્વીર મુંબઈ એરપોર્ટ પરની છે જ્યાં મલાઈકા અરબાઝ એક સાથે પોતાના પુત્રને એકસાથે એરપોર્ટ મુકવા આવ્યા હતા પુત્ર અરહાન અત્યારે.
વિદેશમાં ભણી રહ્યો છે જયારે પણ અરહાન વિદેશથી પાછો આવે છે ત્યારે મલાઈકા અને અરબાઝ એક સાથે લેવા આવી જાય છે અને જયારે પુત્ર મુંબઈ છોડીને જાય છે ત્યારે આજ રીતે બંને મુકવા આવે છે મલાઈકા અને અરબાઝના છૂટાછેડા 5 વર્ષ પહેલા થઈ ગયા હતા અને ત્યારે અરહાનની ઉંમર માત્ર 14 વર્ષની હતી.
પરંતુ અરબાઝ અને મલાઈકાએ પોતાના વિવાદોને પુત્ર સામે ક્યારેય ન આવવા દીધા પુત્ર પર તેની અસર બિલકુલ ન પડવા દીધી અરબાઝ અને મલાઈકા અને ભલે અલગ થઈ ચુક્યા હોય પરંતુ અરહાન માટે એજ મમ્મી પાપા છે અરબાઝ ખાન અત્યારે મોડલ જ્યોર્જિયા એન્ડ્રિયાની ને ડેટ કરી રહ્યા છે.
જયારે મલાઈકા અરોડા અર્જુન કપૂર સાથે સબંધમાં છે પરંતુ બંનેના સબંધ એમના પૂરતા છે તેની અસર અરહાન પર નથી પડવા દેતા અરહાનના ચહેરાની ખુશી એ બતાવવા કાફી છેકે આજે પણ તેને માં બાપનો પ્રેમ મળી રહ્યો છે મલાઈક અને અર્જુન અલગ થયા છતાં જે રીતે પુત્રને રાખી રહ્યા છે ખરેખર તે પ્રસંસા લાયક છે.