બોલીવુડ કિંગ અભિનેતા શાહરુખ ખાન સાથે ફિલ્મ પરદેશ અને બોલીવુડ ની ઘણી ફિલ્મોમાં અભિનય કરનાર અભિનેતા અપુર્વ અગ્નિહોત્રી ના ઘેર 18 વર્ષ બાદ ખુશીના સમાચાર સામે આવ્યા છે અપુર્વ અને તેમની એક્ટેસ પત્ની શિલ્પા સકલાની લગ્ન ના 18 વર્ષ બાદ માતા પિતા બન્યા છે દીકરીના જન્મ પર તેઓ.
બંને ખૂબ જ ખુશ જોવા મળી રહ્યા છે તેઓને ખુશી ના કોઈ સીમાડા નથી ઘણા વર્ષો ની રાહ જોયા બાદ તેઓ માતાપિતા બન્યા છે અપુર્વ અને શિલ્પાએ સાલ 2004 માં લગ્ન કર્યા હતા અપૂર્વ આજે 50 વર્ષના થયા છે તો શિલ્પા એ 40 વર્ષની ઉંમરે દીકરીને જન્મ આપ્યો છે અપૂર્વ અને શિલ્પા એ પોતાના.
સોશિયલ મીડિયા એકાઉન્ટ પર આ ખુશીના સમાચાર ફેન્સની વચ્ચે વ્યક્ત કર્યા છે અપુર્વે ઈન્સ્ટાગ્રામ પર દિકરી સાથે તસવીર શેર કરતા કેપ્સન માં લખ્યું છે કે આવી જ રીતે આ જન્મદિવસ મારા માટે ખૂબ જ ખાસ જન્મદિવસ બની ગયો કારણકે ભગવાને અમને બહુ વિશ્વાસની અદભુત ચમત્કારી પુરસ્કાર રૂપે દીકરીને આપી છે.
ખુબ જ આભાર અને અમે અમારી દિકરી ઈશાની અગ્નિહોત્રી ની તસ્વીર આપની વચ્ચે શેર કરીએ છીએ મહેરબાની કરીને દિકરીને આશીર્વાદ આપજો ઓમ નમઃ શિવાય જણાવતાં સુદંર તસવીરો અપુર્વે શેર કરી છે અપુર્વ એ બોલિવૂડ ફિલ્મ થી લઈને હોલિવૂડ ફિલ્મો માં દમદાર અભિનય થકી ખુબ.
લોકપ્રિયતા મેળવી તેમને શાહરુખ ખાન સાથે ફિલ્મ પરદેશ થી પોતાના ફિલ્મી કેરિયરની શરૂઆત કરી ત્યારબાદ કશુર પ્યાર કોઈ ખેલ નહીં હમ હો ગયે આપકે ક્રોધ પ્યાર દિવાના હોતા હે દેવી ઘણી બધી ફિલ્મોમાં દમદાર અભિનય કર્યો આજે તેઓ પોતાની 50 વર્ષની ઉંમરે પિતા બનવાનું સૌભાગ્ય મેળવી શક્યા.