Cli

કાજલ મહેરિયાના પતિનું આ સત્ય કોઈ નથી જાણતું ? બંને વચ્ચે પ્રેમ કેવી રીતે થયો ?

Uncategorized

જેના અવાજ પર આખું ગુજરાત ઘેલું છે જેના ગીતો વગર લગ્ન પ્રસંગ અધૂરા લાગે છે એ જ કાજલ મહેરિયા આજે એક મોટો કૌટુંબિક અને સામાજિક વિવાદમાં ફસાય છે મળીયામાના આશીર્વાદથી પ્રખ્યાત થયેલી કાજલના ઘરે આજે આશીર્વાદ નહીં પણ આક્ષેપોનો વરસાદ થઈ રહ્યો છે.

શા માટે કાજલની માતા કહી રહી છે કે આ લગ્ન નથી પણ પૈસાની ગેમ છે. કોણ છે અલ્પેશ ઠાકોર જેની સાથે કાજલે સંસાર માંડ્યો છે. ચાલો જાણીએ હાઈ વોલ્ટેજ ડ્રામાની પાછળની આખી હકીકત. મિત્રો સૌથી પહેલા એ જાણીએ કે કાજલ મહેરિયા કોણ છે મહેસાણા જિલ્લાના વિસનગર તાલુકાના ગોઠવા ગામમાં 21 નવેમ્બર 1992 ના રોજ જન્મેલી કાજલ એક મધ્યવર્ગીય દલિત પરિવારમાંથી આવે છે

તેના પિતા નગીનભાઈ મહેરિયા એક ખેડૂત છે કાજલે ખૂબ જ સંઘર્ષ કરીને લોક ગાયિકા તરીકે પોતાની ઓળખ બનાવી છે આજે તે માત્ર ગાયિકા જ નહીં પણ ગુજરાતના દલિત મતદારો માટે એક મોટો ચહેરો પણ છે જેનો ઉપયો ઉપયોગ રાજકીય પક્ષો પણ કરતા આવ્યા છે પરંતુ આજે આ સફળતા વચ્ચે તેમના અંગત જીવનમાં તોફાન આવ્યું છે પતિ અલ્પેશ ઠાકોર અને લગ્નની વિગતો મિત્રો હવે વાત કરીએ

એ વ્યક્તિની જેની સાથે કાજલે લગ્ન કર્યા છે તેનું નામ છે અલ્પેશ ઠાકોર અલ્પેશ ગાંધીનગર પાસે આવેલા શેરથા ગામનો વતની છે અને બિઝનેસમેન હોવાનું જણાવ્યું છે કાજલના જણાવ્યા મુજબ તેઓ છેલ્લા દોઢ વર્ષથી એકબીજાના પ્રેમમાં હતા તા મળેલા પુરાવા મુજબ બંનેએ 10 ઓક્ટોબર 2025 ના રોજ કાયદેસર રીતે પ્રેમ લગ્ન કર્યા છે. કાજલનું કહેવું છે કે તેણે પરિવારને આ વિશે જણાવ્યું હતું પણ પરિવાર તૈયાર ન હોવાથી તેણે આ અંતિમ પગલું ભર્યું અત્યારે કાજલ અને અલ્પેશ અમદાવાદમાં સાથે રહે છે. માતા અને પરિવારના ગંભીર આક્ષેપો મિત્રો આ લગ્ન સામે કાજલની માતા શારદાબેન મહેરિયાએ જે આક્ષેપો કર્યા છે તે સાંભળીને સૌ કોઈ ચોકી ગયા છે. માતાનું કહેવું છે કે અલ્પેશ ઠાકોર અગાઉ અમારા ઘરે માત્ર 200 રૂપિયામાં બક્ષીસ વીણવા આવતો હતો. તેની આર્થિક સ્થિતિ અને ઈરાદાઓ સારા નથી. આ લગ્ન નથી પણ કાજલની સંપત્તિ હડપવા માટેની એક ગેમ છે.

મહેરિયા પરિવાર 19 એપ્રિલે શેરથા ગામે કાજલને લેવા પણ પહોંચ્યો હતો. પણ ત્યાં તેમને ઉસ્કેરીને કાઢી મૂકવામાં આવ્યા હોવાનો દાવો કરવામાં આવ્યો છે મહેરિયા સમાજ અને દલિત સમાજના અગરણીઓને પણ આ મામલે ન્યાય આપવા માટે પરિવારે વિનંતી કરી છે. મિત્રો સામે પક્ષે કાજલ મહેરિયાએ આજે એટલે કે 21 એપ્રિલે વિડીયો દ્વારા જવાબ આપ્યો છે. તેણે સ્પષ્ટ કહ્યું કે તે સનાતન ધર્મમાં માને છે અને તેણે કોઈ ધર્મ પરિવર્તન કર્યું નથી તે પુક્તવયની છે અને ભારતીય સંવિધાન મુજબ તેને પોતાની મરજીથી લગ્ન કરવાનો પૂરો હક છે

તેણે આક્ષેપ કર્યો કે તેના પિયર પક્ષ તરફથી અલ્પેશ અને તેના પરિવારને મારી નાખવાની ધમકીઓ મળી રહી છે. કાજલે સ્પષ્ટ કરી દીધું છે કે તે હવે પોતાના જીવનનો નિર્ણય પોતે લેશે અને ખોટી અફવાહ ફેલાવનારાઓ સામે કાયદેસરની કાર્યવાહી કરશે. મિત્રો આ સમગ્ર વિવાદમાં અત્યારે બે પાસા છે એક બાજુ ભાવુક માતા પિતા છે જેમને લાગે છે કે તેમની દીકરી ખોટા રસ્તે છે અને બીજી બાજુ એક સ્ત્રી છે જે પોતાની પસંદગીના જીવનસાથી સાથે રહેવા માંગે છે સામાજિક મર્યાદા અને વ્યક્તિગત સ્વતંત્રતા વચ્ચેની આ લડાઈ અત્યારે પોલીસ સ્ટેશન સુધી પહોંચી ગઈ છે

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *