ટ્યુશન ક્લાસ વગર જ દિકરીએ મેળવી 23 લાખ પગારની નોકરી, કર્યું દેશભરમાં સમાજ અને પરીવાર નુ નામ રોશન...

ટ્યુશન ક્લાસ વગર જ દિકરીએ મેળવી 23 લાખ પગારની નોકરી, કર્યું દેશભરમાં સમાજ અને પરીવાર નુ નામ રોશન…

Breaking

આજકાલ ના બાળકો ને માતાપિતા મોંઘાદાટ ફી વાળા કોચિંગ ક્લાસ અને વિવિધ ટ્યુશન અપાવતા હોય છે ઘણા લોકોમાં એવી ગ્રંથી હોય છે કે સોરી નોકરી મેળવવા માટે ટ્યુશન ક્લાસ અને કોચિંગ ક્લાસ ની જરૂર પડે છે સારી સ્કૂલ ના કારણે વિદ્યાર્થી અભ્યાસ સારો મેળવી શકે છે.

પરંતુ આજે દેશમાં એવા ઘણા બધા યુવક અને યુવતીઓ છે જુઓ વિના ટ્યુશન ક્લાસ અને સરકારી શાળાઓમાં અભ્યાસ કરી આઈપીએસ અધિકારીની પોસ્ટ પર કાર્યરત છે ઘણા બધા યુવકો અને યુવતીઓ સામાન્ય પરીવાર માં અનેક તકલીફો નો સામનો કરી વગર કોઈ કોચિંગ ક્લાસ આજે.

જીપીએસસીની પરીક્ષા પાસ કરી પોતાના પરિવારનું નામ રોશન કરી ચૂક્યા છે અભ્યાસ માટે કોચિંગ ક્લાસ નહીં પરંતુ અભ્યાસ માટે ની લગન અને સુઝબુઝ જરુરી છે પોતાના સપનાઓ ને સાકાર કરવા અને મહેનત થી પરીવાર નું નામ રોશન કરવા યુવકો અને યુવતીઓ કઠોર પરિશ્રમ થકી.

ખુબ ઉંચુ સ્થાન મેળવે છે તાજેતરમાં એક દીકરીએ પોતાના પરિવારનું નામ દેશભરમાં રોશન કર્યું છે આ દીકરી ભોપાલની વતની છે તેને 23 લાખ રૂપિયા પેકેજ ની નોકરી મળી છે દીકરી કોમ્પ્યુટર સાયન્સમાં એન્જિનિયરિંગ કરી રહી છે તેના અભ્યાસનું છેલ્લું વર્ષ ચાલી રહ્યું છે.

તે કોઈપણ જાતના ટ્યુશન ક્લાસ કે કોચિંગ ક્લાસમાં જતી નથી તેને પોતાના અભ્યાસ દરમિયાન સારી એવી નોકરીની ઓફર મળતા તેને આ નોકરીને સ્વીકારી લીધી છે આ દિકરીનું નામ મોક્ષા જૈન છે અને તે ભોપાલના સિદંવાડા ની વતની છે તેના પિતા પ્રોપર્ટી ડીલર છે દિકરી મોક્ષા ક્યારેય.

કોઈ કોચિંગ ક્લાસ માં જોડાઈ નથી મોક્ષા જૈન ની પસંદગી વોલ માર્ટ કંપની માં કરવામાં આવી છે મોક્ષા જૈન ને કંપની તરફ થી 23 લાખ નું વાર્ષિક પેકેજ આપવાનું નક્કી કરવામાં આવ્યું છે અને કંપની તરફ થી તેને બે શહેરો ની પસંદગી આપી છે જેમાં ચેન્નાઈ અથવા બેંગ્લોર માં પોસ્ટીગ મળી શકે છે.

મોક્ષા જૈન એ પોતાની આ સફળતા નો શ્રેય પોતાના માતા પિતા ને આપતા જણાવ્યું હતું કે આજે મારી જીંદગી માં મારા માતાપિતા નો ખુબ મોટો ફાળો છે તેમના કારણે હું આજે મારી જીંદગી ના આ મુકામ પર પહોંચી શકી છું તેઓ મારા પ્રેરણાસ્ત્રોત છે તેમની સલાહ સુચન અને.

સારા સંસ્કાર થકી મારું જીવન ધન્ય બની ગયું છે દીકરીએ ઘણી બધી જગ્યાએ ઇન્ટરશીપ પણ કરેલી હતી તે અભ્યાસમાં જાતે જ મહેનત કરતી હતી તેને આટલી મોટી કંપનીમાં નોકરી મળતા તેનું સ્કૂલમાં સન્માન પણ કરવામાં આવ્યું હતું તેના માતા પિતાની હાજરીમાં દીકરીના આંખમાંથી ખુશીના આંસુ આવી ગયા હતા.

મોક્ષા એ સેજ ગૃપની કોલેજમાં કોમ્પ્યુટર સાયન્સમાં એન્જિનિયરિંગ નો બે વર્ષ નો અભ્યાસ કર્યો અને તે ત્રીજા વર્ષે અભ્યાસ કરી રહી હતી આ દરમિયાન તેને નોકરીની ઓફર મળી હતી તેને જીવનમાં ઉચ્ચ શિખર મેળવી કોચિંગ ક્લાસ ની ઝંખના કરતા લોકોને પ્રેરણાદાયી સંદેશ આપ્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *