Cli
શૈલેષ લોઢા એ તારક મહેતા શો ના મેકર આસીત મોદી પર કર્યો કેશ, હવે લડશે કાયદાકીય લડાઈ, જાણો મામલો...

શૈલેષ લોઢા એ તારક મહેતા શો ના મેકર આસીત મોદી પર કર્યો કેશ, હવે લડશે કાયદાકીય લડાઈ, જાણો મામલો…

Breaking Bollywood/Entertainment

લોકપ્રિય ટીવી શો તારક મહેતા શો માં તારક મહેતા રહી ચુકેલા એક્ટર શૈલેષ લોઢા ને લઈને ખુબ મોટા સમાચાર સામે આવી રહ્યા છે શૈલેષ લોઢા એ તારક મહેતા શો ના પ્રોડ્યુસર આશીત મોદી પર કેશ કરી દિધો છે શૈલેષ લોઢા એ ગયા વર્ષે એપ્રિલ મહિનામાં તારક મહેતા શો ને અલવિદા કહ્યું હતું.

શૈલેષ લોઢાએ તારક મહેતા શોને છોડતા ઘણો વિવાદ પણ જોવા મળ્યો હતો શૈલેષ લોઢા ઘણી વાર વાતો વાતો માં આશીત મોદી પર નિશાનો પણ સાધી ચુક્યા છે ઘણી વાર શૈલેષ લોઢા પોતાની સાયરીઓ માં આસીત મોદીને પોતાના શો છોડવા પર જવાબદાર પણ જણાવી ચુક્યા છે.

તારક મહેતા શો થી બહાર આવી શૈલેષ લોઢા અને આસીત મોદીના સંબંધ માં કડવાશ જોવા મળી રહી હતી શૈલેષ લોઢાએ છ મહીના પહેલા જણાવ્યું હતું કે તારક મહેતા શો ને છોડ્યા બાદ પણ તેમના બાકીના ફિ ના પૈસા આપવામાં આવ્યા નથી હવે એ વાતને એક વર્ષ વીતી ગયું છે.

હવે શૈલેષ લોઢાએ આશિત મોદી વિરુદ્ધ કોર્ટમાં કેસ નોંધાવી દીધો છે હિન્દુસ્તાન ટાઇમ્સ રિપોર્ટ અનુસાર શૈલેષ લોઢા એ આસીત મોદી પર પોતાના બાકી રહેલા પૈસા ના આપવાનો આરોપ લગાવ્યો છે જ્યારે આ મામલે શૈલેષ લોઢા સાથે વાતચીત કરવાનો મિડીયાએ પ્રયત્ન કર્યો ત્યારે.

તેમને કાંઈ પણ જણાવ્યું નહીં અને તેમને કહ્યું હવે આ મામલો કોર્ટ માં છે તો આસીત મોદીએ જણાવ્યું કે હું મામલે શું કહી શકું શૈલેષ અમારા પરિવાર નો ભાગ છે હું તેમની ખૂબ જ ઈજ્જત કરું છું મેં એમને ઘણીવાર કહ્યું છે કે તમે ઓફિસ આવી જાઓ અને તમામ પેપર સાઈન કરી પોતાની બાકી રહેલી રકમને લઈ જાઓ.

દરેક કંપનીના પોતાના નિયમો હોય છે તેમને આગળ જણાવતા કહ્યું કે હું અને કોઈ કોર્ટ કેસ માનતો નથી કારણ કે અમે પૈસા આપવા ની ક્યારેય ના પાડી નથી તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા ટીવી શો છેલ્લા 14 વર્ષથી ટીવી પર ટેલીકાસ્ટ થઈ રહ્યો છે તારક મહેતા શો માં શૈલેષ લોઢા તારક મહેતા નું પાત્ર ભજવતા હતા.

તારક મહેતા ના પાત્રમાં તેમને ખુબ લોકપ્રિયતા મળી આવે તેઓ ઘર ઘરમાં જાણીતા થયા શૈલેષ લોઢા પહેલા નેહા મહેતાએ આ શો છોડ્યો‌ ત્યારે તેમને પણ આરોપ લગાવ્યો હતું કે આસીત મોદી પેમેન્ટ આપવામાં આનાકાની કરે છે હવે આ મામલો કોર્ટ માં પહોચી ગયો છે જોઈએ છીએ કોર્ટ આ મામલે શું નિર્ણય આપે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *