બોલીવુડ અભિનેત્રી બિપાશા બાસુ એ પોતાના લગ્ન ના 6 વર્ષ બાદ તાજેતરમાં એક દીકરીની માં બની છે બિપાશા બાસુ અને કરણ સિંહ ગ્રોવરે ઈન્સ્ટ્રાગ્રામ પર એક તસવીર શેર કરીને આ સમાચાર પોતાના ચાહકોને આપ્યા છે આ સાથે તેમને દીકરીના નામનો ખુલાસો પણ કર્યો છે જોકે બિપાશા બાસુ અને કરણસિંહ ગ્રોવરે દીકરીનો ચહેરો દેખાડ્યો નથી.
પરંતુ તસવીરમાં દીકરીના નાના નાના પગ દેખાડ્યા છે આ તસવીરમાં સૌથી ઉપર તેમને દીકરીના જન્મ ની તારીખ 12 નવેમ્બર 2022 લખી છે નીચે દિકરીનું નામ દેવી બસુ સિહં ગ્રોવર લખ્યું છે જેમાં માતા અને પિતા બંનેની દિકરીને સરનેમ આપી છે આગળ આ પોસ્ટમાં લખ્યું છે કે અમારા પ્રેમ અને માના આશીર્વાદ સ્વરુપે અમને દૈવીય સ્વરુપ રુપે દિકરી મળી છે.
બિપાસા બાસુ ની આ પોસ્ટ પર ફિલ્મ ઈન્ડસ્ટ્રી ના સ્ટાર સેલેબ્સ સહીત ચાહકો તેમને ખુબ શુભેચ્છાઓ પાઠવી રહ્યા છે કમેન્ટ માં લોકો અભિનંદ આપી દિકરી પર પ્રેમ વરસાવતા જોવા મળે છે સોનમ કપુરે આ પોસ્ટ પર કમેન્ટ આપી છે કે અભિનંદન બિપાસા ખુબ સરસ નામ છે તો દિયા મિર્ઝા એ કોમેન્ટ આપતા જણાવ્યું કે દુનિયામાં નાની બાળકી ના.
આગમન પર ખૂબ સારી શુભકામનાઓ સાથે હું રાહ મળવાની જોઈ શકતી નથી હું દીકરીને જોવા આવી રહી છું સાથે ઘણા સ્ટાર અભિનેતાઓ એ પણ દિકરીને લક્ષ્મીનુ સ્વરૂપ ગણાવીને શુભેચ્છાઓ પાઠવી છે બોલીવુડ માં હોરર ફિલ્મો થકી ખુબ લોકપ્રિયતા મેળવનાર અભિનેત્રી બિપાશા બાસુ પોતાની દિકરીના જન્મ પર ખુબ જ ખુશ છે.