Cli
આણંદના પટેલ યુવકને ઓનલાઇન ગેમ દરમિયાન મેક્સિકન સુંદર યુવતી સાથે પ્રેમ થયો અને કરી લીધા લગ્ન, જુઓ સુંદર તસવીરો...

આણંદના પટેલ યુવકને ઓનલાઇન ગેમ દરમિયાન મેક્સિકન સુંદર યુવતી સાથે પ્રેમ થયો અને કરી લીધા લગ્ન, જુઓ સુંદર તસવીરો…

Breaking

ઇન્ટરનેટના યુગમાં ઘણા બધા ભારતીય યુવકો વિદેશી યુવતીને પોતાની ધર્મપત્ની બનાવી રહ્યા છે ત્યારે ઓનલાઇન પાગંરેલો પ્રેમ ગુજરાત માં પણ છેલ્લા બે વર્ષમા ઘણીવાર સામે આવ્યો છે જેમા ફેસબુક અને ઈન્સ્ટાગ્રામ ના માધ્યમે વિદેશી યુવતીઓ ને ગુજરાતી યુવકો પોતાના રુદીયાની રાણી બનાવી પરણીને લાવી ચુક્યા છે.

વિદેશી યુવતીઓ પણ ભારતીય સંસ્કૃતિ થી મોહીત થઈ અને ભારતના યુવાનો તરફ આકર્ષિત થતી જોવા મળી રહી છે એ વચ્ચે તાજેતરમાં આણંદ જીલ્લાના બેડવા ગામના મહુલ ભાઈ પટેલ વિદ્યુત વિભાગમાં લાઈટ બિલ કલેક્શન કરી પોતાનું ગુજરાત ચલાવે છે આ દરમિયાન મેહુલભાઈ ફેસબુક માં ફાર્મ વીલે નામની ઓનલાઇન ગેમ રમતા હતા.

અને એ દરમિયાન એકવાર તેમને મેક્સિકાના વહકા સ્ટેટની યુવતી કારમેલીતાએ ગેમ રમવાની સાથે રીકવેસ્ટ મોકલી બંને એકબીજા ની સાથે ગેમ રમતા રમતા મિત્રો બન્યા અને 8 વર્ષો સુધી તેઓ મિત્રો માંથી પ્રેમી પંખીડા બનીને એકબીજાને ખૂબ પસંદ કરવા લાગ્યા એકબીજા ના પરીવારજનો વિશે જાણી ને તેઓ પ્રેમના સંબંધો માં બંધાયા.

આવનાર સમયમાં તેઓએ એકબીજા ને પોતાના જીવનસાથી બનાવવાનો સંકલ્પ કર્યો અને 8 વર્ષના ઓનલાઇન પ્રેમ સંબંધો બાદ મેક્સિકો ની 45 વર્ષ ની યુવતી કારમેલીતા ડીસેમ્બર 2022 ના રોજ ગુજરાતના આણંદ શહેરમાં પોતાના પ્રેમી મેહુલ પટેલ ના ઘેર પહોંચી ને ભારતીય સંસ્કૃતિ પ્રત્યે ખૂબ જ લગાવ્યો હતો કે ભારતના વિવિધ શહેરોમાં પ્રવાસ કરવામાં આવતી હતી.

તેને આ દરમિયાન મેહુલ પટેલ સાથે વાતચીત કરી હતી તે ભારતમાં જ તેની અર્ધાંગિની બનીને રહેવા માગે છે મેહુલ પટેલના પરિવારજનો પણ આ સંબંધોથી રાજી થયા અને બંને એ કોર્ટ મેરેજ કર્યા હવે બંને બેવડા ગામમાં એક સાથે રહે છે મેહુલભાઈ ના પિતા અમેરીકા રહેતા હતા તો મેહુલભાઈ પણ નાનપણ માં વિદેશ માં રહી ચુક્યા છે હવે મેહુલ પટેલ.

પોતાની મેક્સિકન પત્ની સાથે મેક્સિકો જવાની તૈયારીઓ કરી રહ્યા છે બંને એકબીજા ને ભવભવના સાથી બનાવી ખુબ ખુશ છે મેહુલ પટેલ ની ઉંમર વિદેશી પત્ની થી 15 વર્ષ નાની છે એ છતાં પણ તેઓ પોતાને ભાગ્યશાળી જણાવતાં આનંદ અનુભવે છે પ્રેમમા કોઈ સીમાડા નથી હોતા તે કહેવત મેહુલ પટેલે સાર્થક કરી બતાવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *